સની લિયોન રિતિકની ફિલ્મમાં આઇટમ નંબર કરશે !

મુંબઇ: બોલિવૂડની બેબી ડોલ સની લિયોન રિતિક રોશનની આગામી ફિલ્મમાં આઇટમ નંબર કરતી જોવા મળી શકે છે.

બોલિવૂડના જાણીતા ફિલ્મ મેકર રાકેશ રોશન પોતાના પુત્ર રિતિકને લઇને બે ફિલ્મો બનાવી રહ્યાં છે. એક ફિલ્મનું નિર્દેશન રાકેશ રોશન પોતે કરશે અને બીજી ફિલ્મનું નિર્દેશન સંજય ગુપ્તા કરશે. સંજય ગુપ્તાની ફિલ્મ પહેલાં શરૂ કરવામાં આવશે. મળેલી માહિતી પ્રમાણે આ ફિલ્મનું નામ કાબિલ રાખવામાં આવ્યું છે.

ચર્ચા છે કે કાબિલ ફિલ્મમાં સની લિયોન આઇટમ સોંગ કરતી જોવા મળશે. આ પહેલાં સની લિયોને સંજય ગુપ્તાની ફિલ્મ શૂટઆઉટ એટ વડાલામાં આઇટમ સોન્ગ ‘લૈલા’ કર્યું હતું. જે દર્શકોને ખુબ પસંદ આવ્યું હતું.

You might also like