સની લિયોનના નામનું મંદિર બનશે

બોલિવૂડ સ્ટારના ફેન તેમના માટે કંઇ પણ કરવા તૈયાર રહે છે. મોટા ભાગના ફેન તેમના પસંદગીના સ્ટારની એક ઝલક મેળવવા માટે બેતાબ હોય છે. કેટલાક લોકો જોરશોરથી તેમનો જન્મદિવસ મનાવવાને લઇ જાતજાતની ગિફ્ટ મોકલવાથી પણ પાછળ હટતા નથી. પોતાની પસંદગીના સ્ટાર માટે ફેન્સની દીવાનગી એ હદે હોય છે કે રજનીકાંત, અમિતાભ બચ્ચન જ નહીં, પરંતુ મમતા કુલકર્ણીના નામથી મંદિર બની ચૂક્યાં છે. આવા પસંદગીના સ્ટાર્સની યાદીમાં સની લિયોનનું નામ જોડાઇ ચૂક્યું છે. તેની દરેક અદા પર ઘાયલ થનાર પ્રશંસકોની કમી નથી. માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ તેના અઢળક ફેન્સ છે.

સૂત્રોની વાત માનીએ તો મુંબઇથી થોડે દૂર મહારાષ્ટ્રના ગામમાં સની લિયોનના પ્રશંસકોએ તેના ૩૬મા જન્મદિવસે તેના નામનું એક મંદિર બનાવવાનો નિર્ણય કર્યો છે. તેનું કહેવું છે કે તેના આ ફેંસલાનો વિરોધ થઇ શકે છે, પરંતુ તેઓ મંદિર બનાવવા માટે અડગ છે. તેની પાછળની દલીલ એ છે કે તેઓ સનીની સુંદરતાના દીવાના છે અને તેમને કોઇ ફરક પડતો નથી કે તેનો ભૂતકાળ કેવો રહ્યો છે, જોકે સનીના પ્રશંસકો ઇચ્છતા નથી કે તેમના આ નિર્ણયને વધારે પ્રચાર મળે. તેથી તેઓ ગૂપચૂપ રીતે પોતાનું કામ કરવા ઇચ્છે છે, કેમ કે વિવાદ થાય તો તેમના ગામનું નામ ખરાબ થઇ શકે છે, જે તેઓ ઇચ્છતા નથી. •
http://sambhaavnews.com/

You might also like