સની લિયોને ‘નાઈટનો ભાવ’ પૂછનાર પત્રકારને તમાચા ઝિંકી દીધા

અમદાવાદ: ધુળેટીના તહેવાર નિમિતે સુરત ખાતે યોજવામાં અાવેલા રેઈન ડાન્સ ‘પ્લે હોલી વિથ સની લિયોન’ નામના કાર્યક્રમમાં હાજરી અાપવા અાવેલી અભિનેત્રી સની લિયોને ‘નાઈટનો ભાવ શું છે?’ એવો અભદ્ર સવાલ પૂછનાર ન્યૂઝ ચેનલના એક રિપોર્ટરને જાહેરમાં જ તમાચા ઝિંકી દેતાં સન્નાટો છવાઈ ગયો હતો.

ગઈ કાલે સુરત ખાતે યોજાયેલા પ્લે હોલી વિથ સની લિયોન નામના પ્રોગ્રામમાં હાજરી અાપવા અાવેલી સની લિયોન સાથે સુરતમાં બે અઘટિત ઘટના બની હતી જેમાં એક શખસ દારૂના નશામાં ચકચૂર બની તેના રૂમમાં ઘૂસી ગયો હતો અને ગેરવ્યાજબી માગણી કરી હતી પરંતુ હોટલના સ્ટાફે તાત્કાલીક પહોંચી જઈ નશાખોર શખસને બહાર કાઢી મૂક્યો હતો. અા ઉપરાંત પણ સની લિયોનને સુરતમાં એક ખરાબ અનુભવ થયો હતો. જ્યારે સની લિયોન હોટલના કોરિડોરમાં ઊભી હતી ત્યારે નેશનલ ન્યૂઝ ચેનલના એક જર્નાલિસ્ટે પોતાની ઓળખાણ અાપી સની લિયોનનું ઈન્ટરવ્યૂ શરૂ કર્યો હતો.

શરૂઅાતમાં તો અા જર્નાલિસ્ટે સારા સવાલો કર્યા હતા પરંતુ પાછળથી અા જર્નાલિસ્ટે સની લિયોનને પૂછ્યુ હતું કે તમારો નાઈટનો શું ભાવ છે? જર્નાલિસ્ટનાે અા સવાલ સાંભળી સની લિયોનની કમાન છટકી હતી અને હોટલના કોરિડોરમાં જ મહેમાનો અને હોટલના સ્ટાફની હાજરીમાં જ જર્નાલિસ્ટને જોરદાર તમાચા ઝિંકી દેતાં ચહલ પહલ મચી ગઈ હતી. અા સ્થળે ઊભેલા લોકોએ સમય સૂચકતા વાપરી જર્નાલિસ્ટને રવાના કરી દીધો હતો. અા ઘટના બનતાં પ્રોગ્રામ કાર્યક્રમના ઓર્ગેનાઈઝરો પણ મુંઝવણમાં મુકાઈ ગયા હતા.

You might also like