સની લિયોનીએ રિપોર્ટરને લાફા ઝીંક્યાની વાત નર્યા ગપ્પા

મુંબઇ : પોર્ન ફિલ્મો બાદ બોલિવુડમાં પોતાની ઓળ પ્રસ્થાપિત કરનારી અભિનેત્રી સનિ લિયોન અવાર નવાર વિવાદોમાં આવતી રહે છે. જો કે તે સુતરમાં હોળીનાં દિવસે આયોજીત એક કાર્યક્રમમાં હાજર રહી હતી. જ્યાં એક પત્રકારને તેણે લાફા ઝીંકી દીધી હોવાનાં અહેવાલોનું ખંડન કર્યું હતું. અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે સનીએ પત્રકાર દ્વારા અભદ્ર સવાલ પુછવામાં આવ્યા બાદ ખુબ જ ગુસ્સે થઇ ગઇ હતી અને તેને ત્રણ તમાચા ઝીંકી દીધા હતા.

જો કે સનીએ ટ્વિટ કરીને આ સમાચારને પાયાવિહોણા જણાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સની લિયોની પ્લે હોલી વિથ સની લિયોની નામનાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે સુરત આવી હતી. એક સમાચાર પત્રનાં અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે એક પત્રકારે તેમને સવાલ કર્યો હતો કે તમે પોર્ન સ્ટાર હતા અને હવે ફિલ્મ સ્ટાર છો. તો તમારા નાઇટ પ્રોગ્રામનો ચાર્જ શું હોય છે ? આ સવાલ બાદ સની ધુંઆપુંઆ થઇ ગઇ હતી અને તેણે પત્રકારને તમાચા ઝીંકી દીધા હતા.

જો કે સની લીઓની દ્વારા આ સમગ્ર ઘટનાને ધુપ્પલ ગણાવાઇ હતી. તેણે જણાવ્યું કે તે પ્લે હોલી વિથ સની લિયોની નામનાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે સુરત ગઇ હતી. જ્યાં તે માત્ર 15 મિનિટ માટેનાં એક નાનકડા ડાન્સ કાર્યક્રમમાં હાજર રહી હતી. આ દરમિયાન તેનો પતિ ડેનિયલ પણ ત્યાં હાજર હતો. આ કાર્યક્રમ બાદ પત્રકારો સાથે કોઇ જ ચર્ચા કે મુલાકાત થઇ નથી તેથી આ પ્રકારની કોઇ પણ ઘટનાં બનવાનો સવાલ જ ઉઠતો નથી.

You might also like