સની લિયોન પર મસ્તીજાદે ફિલ્મમાં મંદિરમાં કોન્ડોમ પ્રમોટ કરવાનો આરોપ

નવી દિલ્હી: દિલ્હીના આદર્શ નગર પોલીસ મથકમાં બોલિવૂડની અભિનેત્રી સની લિયોન સામે ફિલ્મ મસ્તીજાદેમાં મંદિરમાં કોન્ડોમ પ્રમોટ કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેની સાથે મસ્તીજાદે ફિલ્મ સાથે સંકાળાયેલા અભિનેતા વીરદાસ અને તમામ મુખ્ય લોકો સામે ધાર્મિક લાગણી ભડકાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગેની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ફિલ્મ મસ્તીજાદે દ્વારા હિન્દુ ધર્મ અનને તેની સાથે સંકળાયેલા લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવામંા આવી છે. ‌િફલ્મનાં અેક દ્શ્યમાં મંદિરમાં કોન્ડોમને પ્રમોટ કરતાં દર્શાવવામાં આવ્યું છે. તેને ખૂબ જ અભદ્ર રીતે રજૂૂ કરવામાં આવ્યું છે. જેનાથી અનેક લોકોની લાગણીને ઠેસ પહોંચી છે.

You might also like