સની લિયોનીએ બોલીવુડને કહ્યું Bye-Bye, કરશે હવે આવું કામ

મુંબઇ: એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી બોલીવુડ આવવાના પાછળ સની લિયોનીનો હેતુ માત્ર એટલો જ હતો એ પોતાની છાપ બદલવા ઇચ્છતી હતી. પરંતુ એના 5 વર્ષ લાંબા બોલીવુડ કરિયર પર નજર નાખીએ તો એના ભાગમાં રાગિની એમએમએસ-2, વન નાઇટ સ્ટેન્ડ અને તેરા ઇન્તઝાર જેવી જ ફિલ્મો મળી છે. આ ફિલ્મોમાં એના રોલથી વધારે ફોકસ અંગ પ્રદર્શન પર જ રહ્યું. હવે સની લિયોનીએ કરિયરથી જોડાયેલો મોટો નિર્ણય લીધો છે.

સની લિયોનીએ હવે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળવાનો નિર્ણય કર્યો છે. એને એક તેલુગુ ફિલ્મ પણ સાઇન કરી લીધી છે. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. નવા પ્રોજેક્ટ માટે સની લિયોને કહ્યું, ‘મને આશા છે કે આ ફિલ્મ બાદ મારી છાપ બદલાઇ જશે. હું હંમેશાથી એક્શન સીક્વેન્સ કરવા ઇચ્છતી હતી. ‘

સની લિયોનીએ કહ્યુ કે, ”મેં તે જ સમયથી ફિલ્મ માટે તૈયારી શરૂ કરી દીધી હતી જ્યારથી ડિરેક્ટરે મને સ્ક્રિપ્ટ સંભળાવી હતી.” સની લિયોનીએ કહ્યુ કે સાઉથ ઇન્ડિયા માટે મારી દિલમાં ખાસ જગ્યા છે. તેણે કહ્યુ કે, તેલૂગુ ફિલ્મ કરવાને લઇને ખૂબ જ એક્સાઇટેડ છું. સાઉથ ઇન્ડિયા, ખાસ કરીને આંધ્ર પ્રદેશ,તમિલનાડુ અને કેરલમાં મારા ઘણા ફેન્સ છે.”

સની લિયોનીની આ ફિલ્મ એક પીરિયડ ડ્રામા હશે જેમાં તે તલવારબાજી અને ધોડેસવારી કરતા જોવા મળશે. કહેવાય છે કે, ફિલ્મમાં સની લિયોની નવો અવતાર જોવા મળશે. આ ફિલ્મને વી.સી. વાદીવુદિયાન ડિરેક્ટ કરશે. ફિલ્મ તામિલ અને હિન્દી ભાષામાં રિલીઝ થશે.

You might also like