જાણો… ફિલ્મો ન ચાલવા છતાં સનીને કેમ મળી ભારેખમ ફી..

બોલિવૂડની ફિલ્મોમાં સનીનો સિક્કો ન ચાલી શક્યો, પરંતુ તેના ચાહકોની સંખ્યા ઘટી નથી. ગયા વર્ષે તે ગૂગલ પર સૌથી વધુ સર્ચ થતી સેલિબ્રિટી રહી અને ગૂગલના ટોપ ટ્રેન્ડમાં ‘એન્ટરટેઇનર ઓફ ધ યર’નો ખિતાબ જીતી ચૂકી છે. સની સાઉથની એક પિરિયડ ફિલ્મમાં લીડ રોલ કરી રહી છે. તે તામિલ, તેલુગુ, મલયાલમની સાથે હિંદીમાં પણ રિલીઝ થશે.

ફિલ્મ માટે તે મોટા સ્તર પર એક્શન શીખી રહી છે. તેણે એમ પણ કહ્યું છે કે આ ફિલ્મ તેની ઇમેજ નવા ઢંગથી બનાવવા માટે કામ કરશે. સૌથી સારી વાત એ છે કે તે ફિલ્મમાં કામ કરવા માટે નિર્માતાઓ પાસે અઢી કરોડ રૂપિયા ફી લેશે. ઉલ્લેખનીય છે કે આ ફી સાઉથની સૌથી હિટ અભિનેત્રી અનુષ્કા શેટ્ટીની ફીથી ઘણી વધુ છે અને તેને ‘બાહુબ‌િલ’ સિરીઝની બે ફિલ્મો માટે આટલી ફી પણ અપાઇ ન હતી.

સૂત્રોનું કહેવું છે કે સનીને આ ભારે ભરખમ ફી તેની પાસે નિર્માતાઓ ઇચ્છે તેવી એક્ટિંગ કરાવવા માટેની છે. નિર્માતાઓને લાગે છે કે આ ફી તો તેઓ થોડા સમયમાં જ વસૂલી લેશે, કેમ કે ફિલ્મ ચાર ભાષામાં રિલીઝ થવાની છે અને દક્ષિણ ભારતમાં પણ સનીના પ્રશંસકોની સંખ્યા ખાસ્સી છે. સ્પષ્ટ છે કે સની જે પણ કંઇ કરે છે તેની ખૂબ જ ચર્ચા થાય છે. તે બોક્સ ઓફિસ પર ન ચાલી હોય, પરંતુ ગોસિપ બજારમાં તો આજે પણ તેની ડિમાન્ડ છે. બીજી તરફ નાના પરદે પણ સનીની ધૂમ છે. સની ‘મેન વર્સીસ વાઇલ્ડ શો’ હોસ્ટ કરતી જોવા મળશે. આંતરરાષ્ટ્રીય રિયાલિટી શો સર્વાઇવલનું તે ભારતીય સંસ્કરણ હશે. •

You might also like