સની લિયોને ભારત દેશને લઇને આપ્યું કંઇક આવું નિવેદન…

એડલ્ટ ફિલ્મોની સુપરસ્ટાર રહી ચૂકેલી સની લિયોને જ્યારે બોલિવૂડમાં પગ મૂક્યો ત્યારે જાતજાતની વાતો થવા લાગી, પરંતુ ધીમે ધીમે લોકો તેને એક કલાકાર તરીકે સ્વીકારવા લાગ્યા. ‘બિગબોસ’ દ્વારા લોકોની વચ્ચે આવનારી ‘જિસ્મ-ર’થી ફિલ્મ સફર શરૂ કરનારી સનીએ પાંચ વર્ષમાં છ કરતાં વધુ ફિલ્મો કરી લીધી. તેનો કોઈ ગોડફાધર નહોતો. તેણે કોઈ સમજૂતી પણ કરી નહીં. પોતાના દમ પર હિન્દી ફિલ્મી દુનિયામાં પોતાનો એક ખાસ મુકામ બનાવ્યો, જેના પર તેને ગર્વ છે.

સનીનો ઇતિહાસ ભલે એડલ્ટ ફિલ્મોનો રહ્યો હોય, પરંતુ તે સમાજસેવા પણ કરતી રહે છે. આજે તેને પ્રતિષ્ઠિત બેનર્સની ફિલ્મો મળી રહી છે. આ અંગે તે કહે છે, ”હું ખૂબ જ ખુશ છું કે મારી પાસે ઘણી બધી સારી ફિલ્મો આવે છે. ભારતમાં દરેક વ્યક્તિને સફળ થવાના મોકા મળે છે. ભારત એક એવો દેશ છે, જ્યાં આપણે બધા આપણી ટેલેન્ટના દમ પર સફળતા મેળવી શકીએ છીએ.

હું નસીબદાર છું કે ભારતમાં મારી સારી કરિયર બનાવી શકી છું. હું આ માટે હંમેશાં મહેનત કરતી રહીશ. મારી બોલિવૂડની સફર શાનદાર રહી. છેલ્લાં કેટલાંક વર્ષ મારી જિંદગીમાં સૌથી સારાં રહ્યાં. હું આજે પણ મારા ચાહકોના લીધે અહીં ટકી છું. હું હવે સંપૂર્ણપણે ભારતમાં શિફ્ટ થઈ ગઈ છું.” •

You might also like