સની લીઓનીએ બાયોપિક વેબ સિરીઝના સિઝન 2ની શૂટીંગ કરી શરૂ

સની લિયોનની લોકપ્રિયતાને જોતાં એ આશ્ચર્યની વાત નથી કે એક વીડિયો સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ જી-૫એ તેના જીવન પર એક બાયોપિકના રૂપમાં એક વેબ સિરીઝ શરૂ કરવાની જાહેરાત કરી.

કરનજિત કૌર ‘ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન’ નામની આ વેબ સિરીઝનો પહેલો ભાગ મે મહિનામાં લોન્ચ કરાશે. સનીએ પહેલા ભાગનું શૂટિંગ પૂરું કર્યા બાદ બીજી સિઝન માટે દક્ષિણ આફ્રિકામાં શૂટિંગ શરૂ પણ કરી દીધું છે. પહેલી સિઝનમાં છ એપિસોડ છે, જેમાં સનીના બાળપણ અને કિશોરાવસ્થાના જીવન અંગે દર્શાવવામાં આવ્યું છે.

બીજા ભાગમાં અમેરિકા અને તેની કરિયરને બતાવાશે, તેમાં ડેનિયલ વેબર સાથે તેનાં લગ્ન પણ સામેલ કરાયાં છે. શક્ય છે કે ડેનિયલ પણ આ વેબ સિરીઝમાં સ્પેશિયલ ભૂમિકામાં જોવા મળે. એક પુત્રી નિશાને દત્તક લીધા બાદ તાજેતરમાં સેરોગસીના માધ્યમથી બે પુત્ર અશર અને નોઆહની માતા બનનાર સની કહે છે કે તેના જીવનને લઇને દર્શકોની જિજ્ઞાસાએ તેને આ બાયોપિક બનાવવા પ્રેરણા આપી.

તે કહે છે કે ઘણા લોકો જાણવા ઇચ્છે છે કે વાસ્તવમાં કોણ છું અને ક્યાંથી આવી છું અને મેં મારા જીવનના જે નિર્ણય લીધા છે તે માટે મને શેમાંથી પ્રેરણા મળી. હું ઇચ્છું છું કે મારી વાસ્તવિકતા જાણવા માટે આ શો લોકો જરૂર જુએ. તેણે એમ પણ કહ્યું કે મારી જિંદગીને ફરી વખત જીવવાનું સરળ ન હતું. તેના બાળપણને ફિલ્માવવા માટે તેણે એક બાળકલાકારને સાઇન કર્યો, જ્યારે બાકીના તમામ સીન તે જાતે કરશે.

You might also like