આઈટમ સોંગ નહીં, સ્પેશિયલ એપિયરન્સ કહોઃ સની લિયોન

કેનેડાથી બોલિવૂડ પહોંચેલી સની લિયોન હવે બોલિવૂડમાં હોટ કેક બની ચૂકી છે. તેણે ઘણી બધી ફિલ્મોમાં આઇટમ સોંગ કર્યાં છે. થોડા સમય પહેલાં તે શાહરુખ ખાન અભિનીત ‘રઇસ’ ફિલ્મમાં આઇટમ સોંગમાં જોવા મળી હતી. તેને અન્ય ફિલ્મોમાં પણ આઇટમ સોંગ કરવાનો મોકો મળી રહ્યો છે, જ્યારે પાત્ર ભજવવાનો મોકો ઓછો મળે છે. આ અંગે વાત કરતાં તે કહે છે કે તમે જેને આઇટમ કહી રહ્યા છો તે સ્પેશિયલ એપિયરન્સ છે. હું આને મારું સદ્ભાગ્ય માનું છું. મને ઇન્ડસ્ટ્રીમાં આવ્યે હજુ ચાર-પાંચ વર્ષ જ થયાં છે તેમ છતાં પણ મને ડાન્સ જેવા સ્પેશિયલ એપિયરન્સના મોકા મળી રહ્યા છે. ડાન્સ કરવો અભિનયનો બીજો પહેલુ નથી.

સનીએ ‘સ્પ્લિટ્સવિલા’ શો કર્યો, જેના દ્વારા તેને અહીં ઓળખ મળી. ત્યારબાદ ‘જિસ્મ’, ‘રાગિણી એમએમએસ’, ‘એક પહેલી લીલા’ જેવી ફિલ્મોમાં લીડ અભિનેત્રી તરીકે કામ કરવાનો મોકો મળ્યો. આગળ પણ હજુ તેની પાસે ઘણું કામ છે. થોડા સમય પહેલાં સની લિયોને તેની એક એપ લોન્ચ કરી. તે કહે છે કે આ એપ પાછળ એક જ કારણ હતું કે હું ઇન્ટરનેટ પર સર્ચ કરાતી વ્યક્તિઓમાં અવલ છું. મારા ફેન ફોલોઇંગ હું વિચારી પણ ન શકું એટલા છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને સ્નેપચેટ જેવાં તમામ માધ્યમમાં મારા ફેન મારી સાથે જોડાયેલા છે, પરંતુ હું એકસાથે કરોડો ફેન્સ સાથે જોડાઇ ન શકું, જોકે આ એપ દ્વારા હવે તે વાત શક્ય બનશે. હવે હું મારા ફેન્સ અંગે જાણી શકીશ. તેમની સાથે મારું ડાયરેક્ટ કનેક્શન હશે. હવે હું આખી દુનિયા સાથે જોડાઇ શકું છું. હવે મારા ફેન્સ સાથે મારું સીધું કોમ્યુનિકેશન થઇ રહ્યું છે. હું મારી ફિલ્મોનું પ્રમોશન પણ મારી એપ દ્વારા કરી શકું છું. •
http://sambhaavnews.com/

You might also like