મા બની સની લિયોની, ઘરમાં થયો લક્ષ્મીનો પ્રવેશ

મુંબઇઃ છેલ્લા કેટલાક સમયથી બોલિવુડ અભિનેત્રી સની લિયોની અને તેનો પતિ ડેનિયલ વેબર એક બાળકને દત્તક લેવા માટે પેપર વર્ક કરી રહ્યા હતા. આખરે તેમની આ ઇચ્છા પૂર્ણ થઇ ચૂકી છે. જી હા,સની લિયોન અને પતિ એક બાળકી દત્તક લીધી છે અને એનું નામ નિશા કૌર વેબર રાખ્યું છે. નોંધનીય છે કે, સની લિયોનનું સાચું નામ કરનજીત કૌર વહોરા છે.

ઉલ્લેખનીય છે કે, હજુ થોડા સમય અગાઉ સનીએ મા બનવાની ઈચ્છા જાહેર કરી હતી. એક ઇન્ટરવ્યુમાં સનીએ જણાવ્યું હતું કે તે કામમાં વ્યસ્ત હોવાથી હાલમાં તેના માટે પ્રેગ્નેન્સી વિશે વિચારવુ મુશ્કેલ છે જેથી બાળક દત્તક લેવાનું વિચાર્યું હતું . સની લિયોને બે વર્ષ અગાઉ ઈન્ડિયન ગર્વમેન્ટ તથા CARA એજન્સીની મદદથી દીકરી એડોપ્ટ કરવા માટે અરજી કરી હતી. ત્યારે થોડા દિવસ પહેલા બાળક દત્તક મળ્યું હોવાનો ઇમેલ તેના પર આવ્યો.

મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના લાતૂરના એક અનાથાશ્રમમાંથી સની લિયોનીએ 21 મહિનાની બાળકીને દત્તક લીધી છે. એક્ટ્રેસ શર્લિન ચોપરાએ આ વાત કન્ફર્મ કરતાં સની લિયોનને સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવી હતી. શર્લિનના આ ટ્વીટ પર સની લિયોને પણ તેનો આભાર વ્યક્ત કર્યો હતો. સનીનુ કહેવું છે કે, તે ત્રણ મહિનામાં માતા બની છે, જ્યારે માતા બનવામાં 9 મહિના લાગી જતા હોય છે.

http://sambhaavnews.com/

You might also like