Categories: Entertainment

દર્શકોએ એક્શનમેન બનાવી દીધો

બોલિવૂડમાં ‘ઘાયલ’, ‘ઘાતક’, ‘જિદ્દી’ જેવી અનેક ગંભીર ફિલ્મ આપનાર એક્શનમેન સન્ની દેઓલ ‘ઘાયલ વન્સ અગેઈન’થી એ જ જૂના જુસ્સા સાથે દર્શકો સમક્ષ ફરીથી આવી રહ્યો છે, ત્યારે તેની સાથેની ખાસ વાતચીત…

રપ વર્ષે ફરીથી ‘ઘાયલ’ની જરૂર કેમ પડી?
‘ઘાયલ’ થયા પછી આટલી સફળતા મળશે તેવું નહોતું લાગતું. ઘણી વાર ઘાયલ થયા પછી વ્યક્તિ આગળ વધી શકતી નથી, પરંતુ હું ‘ઘાયલ’ પછી જ સફળ થઈ શક્યો છું. એટલે જ રપ વર્ષ બાદ ફરીથી ‘ઘાયલ’ થઈ રહ્યો છું, જેથી એક વાર ફરીથી સફળતા મળી શકે.

નવી પેઢી માટે ફિલ્મમાં બદલાવ કર્યો છે?
શરૂઆતથી જ ‘ઘાયલ’ ની સિક્વલ બનાવવા ઇચ્છતો હતો, પરંતુ પાર્ટ-ર માટે એ જમાનો યોગ્ય નહોતો અને મારા નિર્દેશક પણ નહોતા ઇચ્છતા. હું અંગ્રેજી ફિલ્મો જોઉં છું અને મોટાભાગની અંગ્રેજી ફિલ્મોની સિક્વલ બની રહી છે. મેં ‘ઘાયલ’નો પાર્ટ-ર બનાવવા વિચાર કર્યો, પરંતુ યોગ્ય વાર્તા અને નિર્દેશક ન મળ્યાં. પાર્ટ-રમાં પહેલી ‘ઘાયલ’ ફિલ્મની સચ્ચાઈને હાલના સમય સંબંધિત દર્શાવી શકાય તેમ હું ઈચ્છતો એટલે વાર્તામાં સમય લાગ્યો અને હું જાતે જ નિર્દેશક અને લેખક બન્યો. દરેક જણ મને એવો સીન સંભળાવતા જે ભજવી ચૂક્યો હોઉં કે ક્યાંક જોયેલો હોય. આમ, મારા અનુભવ પરથી જે કહાની બની તે હાલના સંદર્ભે ખૂબ જ તર્કસંગત છે. જેમાં આજની યુવાપેઢી અને તેમનાં પેરેન્ટ્સ જે સમસ્યા અનુભવે છે તે મુદ્દા પર આ ફિલ્મ બની છે.

જૂની ‘ઘાયલ’ સંદર્ભે કોઈ પ્રસંગ યાદ છે?
‘ઘાયલ’ની પ્રેસ રિલીઝ મને આજેય યાદ છે. એ વખતે હું મીડિયાથી ખૂબ જ ગભરાતો હતો, પરંતુ ફિલ્મનો પ્રોડ્યુસર હોવાને નાતે પ્રેસ રિલીઝ પત્યા પછી બધાને મળતી વખતે મને લાગ્યું કે પત્રકારો ફિલ્મ સંદર્ભે ઘણાં આડાઅવળા સવાલો અને નિંદા કરશે, પરંતુ તમામે ઊભા થઈને મારાં વખાણ કર્યાં અને તાળીઓથી મને વધાવી લીધો. આ દૃશ્યથી હું ખૂબ જ ભાવુક બની ગયો હતો, જે હું ક્યારેય ભૂલી શકું તેમ નથી.

આ ફિલ્મના ડાયલોગ્સ પણ ફેમસ બનશે?
માત્ર ડાયલોગ્સ ફેમસ થઈ શકે એવી ફિલ્મોમાં હું વિશ્વાસ નથી કરતો. વાર્તા અને પાત્રને અનુરૂપ ડાયલોગ્સ બોલાવા જોઈએ. જો તે સારા હશે તો દર્શકોનાં મોઢે ચોક્કસ ચઢશે. ‘ઉતાર કર ફેંક દો યે વર્દી…’ જેવા અનેક ડાયલોગ્સ પ્રખ્યાત થયેલા, પરંતુ એ પાત્રની હકીકત વર્ણવતાં હતા. ‘ઘાયલ વન્સ અગેઈન’માં પણ પાત્ર અનુસાર ડાયલોગ્સ બોલાયા છે, જે દર્શકોને પસંદ આવે અને ફેમસ થઈ શકે તેમ લાગી રહ્યું છે.

રિયાલિટી શોમાં તારો અલગ અભિનય દેખાય છે, તો ટીવી સાથે જોડાઈશ?
આ ફિલ્મ બનાવવા જેટલી મહેનત કરી છે એટલી જ તેના પ્રમોશન માટે રિયાલિટી શોમાં પણ કરી છે. જોકે મને ટીવી માટે કોઈ ઓફર મળી નથી. લોકો માને છે કે હું માત્ર મોટા પરદે જ એક્ટિંગ કરી શકું, ટીવી પરદે નહીં. જોકે ટીવી પરદે એક્ટિંગ કરવાનું હજુ મેં પણ વિચાર્યું નથી.

આજની પેઢી બદલાઈ હોય તેમ લાગે છે?
બદલાવ એ કુદરતનો નિયમ છે. દરરોજ કંઈક નવો બદલાવ આવે છે અને આપણે તે સ્વીકારી લઈએ છીએ. બદલાવને સ્વીકારવો જ જોઈએ, તે માટે ચર્ચા કરીને સમય વેડફવો ન જોઈએ. પહેલાં યુવાઓની વાત સાંભળનાર કોઈ નહોતું, પરંતુ આજે ટેક્નોલોજીના યુગમાં ગમે તે માધ્યમથી તેઓ પોતાની વાતો પહોંચાડી રહ્યાં છે અને તે સારી બાબત છે.

એક્ટર તરીકે પોતાની ફિલ્મ નિર્દેશિત કરવી મુશ્કેલ છે?
મારો ફિલ્માવાયેલો શૉટ જોયા બાદ મને એમ લાગતું કે, મારે આ શૉટ અન્ય રીતે ભજવવો જોઈતો હતો. આમ મારા મનમાં હંમેશાં મૂંઝવણ રહેતી, પરંતુ હું મારી આ ફિલ્મથી ખૂબ જ ખુશ છું અને જે ઈચ્છતો હતો એ પરદા પર લાવી શક્યો છું. જોકે દર્શકોને તે પસંદ આવશે કે કેમ તે ફિલ્મ રિલીઝ થયા પછી ખબર પડે.

ઈન્ડસ્ટ્રીઝમાં તું માત્ર એક્શન હીરો જ બનીને રહી ગયો?
શું કરીએ? આ ઈન્ડસ્ટ્રીઝ એવી છે કે, કોઈ ને કોઈ લેબલ લાગી જાય છે. મારી ફિલ્મોમાં મારો રોલ હંમેશાં સેલ્ફ રિસ્પેક્ટ રહ્યો છે, એથી જ એક્શનમેનનું ટાઈટલ મળી ગયું. ઘણાં દર્શકો તો મારી ફિલ્મ ‘ગદર’ને પણ એક્શન રૂપે જ જુએ છે, જોકે હું માનું છું કે તેનાથી વધુ સારી લવસ્ટોરી હોઈ જ ન શકે. એક ટ્રક ડ્રાઈવર વિચારી પણ ન શકે કે કોઈ રાજકુમારી સાથે તેને પ્રેમ થઈ જશે. આ મહત્ત્વની બાબત પર ધ્યાન આપવાના બદલે દર્શકોએ પંપ ઉખાડવાવાળા સીનને જ વખાણ્યો.

તારી ફિટનેસનું કારણ શું?
શરૂઆતથી જ ફિટનેસ પ્રત્યે સજાગ છું. હું દરરોજ સવારે વહેલા ઊઠું છું અને કોઈ ગેઇમ્સ ચોક્કસ રમું છું. શાળામાં પણ હું સારો રમતવીર હતો. ઘરે પણ અમે સાથે મળીને બેડમિંગ્ટન રમીએ છીએ.

હવે પછીનો શો પ્લાન છે?
મારા પુત્ર માટે સ્ક્રીપ્ટ તૈયાર કરી રહ્યો છું. તે બહુ ઝડપથી તમારી સામે આવશે. મારા ફેમિલીની પણ નેક્સ્ટ જનરેશનની ફિલ્મોમાં આવવાની તૈયારી છે, પરંતુ આ અંગે વધુ વાત પછી.

હીના કુમાવત

admin

Recent Posts

અમદાવાદમાં આવેલ છે એક માત્ર અંજની માતાનું મદિર.

અમદાવાદ શહેરમાં સાલ હોસ્પિટલ પાસે હનુમાનજીના પરમ સાધ્વી માતા અંજલિ-અંજની માતાનું ખૂબ સુંદર મંદિર આવેલું છે. આ મંદિરમાં મા અંજનીના…

11 hours ago

10 વર્ષ બાદ પણ મળે છે કસરતનો લાભ, સંશોધનમાં ચોકાવનારી વાત સામે આવી

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કસરત છોડી દેતી વ્યક્તિને તેનો લાભ પણ મળતો નથી, પરંતુ તાજેતરના સંશોધનમાં એક…

12 hours ago

મહેશ ભટ્ટે ગુસ્સામાં કંગનાને ચંપલ ફેંકીને મારી હતીઃ રંગોલી

અભિનેત્રી કંગના રાણાવત વિરુદ્ધ નિવેદનોને લઈને તેની બહેન રંગોલી ચંદેલનો ગુસ્સો આ વખતે અભિનેત્રી આલિયા ભટ્ટની માતા સોની રાજદાન પર…

12 hours ago

જેટ એરવેઝના 22 હજાર કર્મચારીઓ રોડ પરઃ આજે જંતરમંતર પર દેખાવ

નાણાકીય સંકટમાં ફસાયેલી જેટ એરવેઝ બુધવાર રાતથી હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. ગઇ કાલે રાત્રે અમૃતસરથી મુંબઇ વચ્ચે…

13 hours ago

પાંચ વર્ષમાં દેશના એક પણ ખૂણે બોમ્બબ્લાસ્ટ થયો નથી:PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. મોદીએ સૌરાષ્ટ્રના અમરેલી ખાતે જાહેર સભાને ગજવી હતી. સૌરાષ્ટ્ર કચ્છમાં લોકસભાની…

14 hours ago

બીજા તબક્કાની 95 બેઠક પર મતદાન જારી: 68 બેઠક પર NDA-UPA વચ્ચે સીધી ટક્કર

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે ૧૧ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીની કુલ ૯૫ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.…

14 hours ago