લંડનમાં હાથમાં હાથ નાખી બેઠેલા જોવા મળ્યા સની દેઓલ-ડિમ્પલ

રણબીર કપૂર અને માહિરા ખાનની ફોટો બાદ વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સની દેઓલ અને ડિમ્પલ કપાડિયા જોવા મળી રહ્યા છે. બંને એકબીજાનો હાથ પકડીને બેઠેલા જોવા મળી રહ્યા છે.

આ ફોટાને લઈને સોશિયલ મીડિયા પર બંનેના અફેરની ચર્ચા થઈ રહી છે. એવું જાણવા મળી રહ્યું છે કે, આ ફોટો લંડનના કોઈ એક રસ્તાનો છે. આ ફોટામાં ડિમ્પલના હાથમાં સિગારેટ જોવા મળી રહી છે. સની દેઓલ અને ડિમ્પલ એકબીજાનો હાથ પકડીને બેઠેલા આ ફોટામાં જોવા મળી રહ્યા છે.

જો કે સની દેઓલ અને ડિમ્પલનો સંબંધ ઘણો જૂનો છે. રાજેશ ખન્નાથી અલગ થયા બાદ ડિમ્પલ અલગ રહેવા લાગી હતી. આ દરમ્યાન સની દેઓલ સાથે ડિમ્પલે ઘણી ફિલ્મો કરી હતી. બોલિવૂડમાં તેમના અફેરની ચર્ચાઓ થવા લાગી હતી. એક સમયે તો એવી પણ ચર્ચા થવા લાગી હતી કે બંને જણાએ લગ્ન પણ કરી લીધા હતા. જો કે સની દેઓલ અને ડિમ્પલ એમ બંનેએ આ વાતને નકારી દીધી હતી.

You might also like