બાળપણમાં કૂણો તડકો લેનારને ચશ્માં અાવવાની શક્યતાઓ ઘટી જાય છે

અાજકાલ બાળપણમાં જ દૂરના ચશ્મા અાવી જવાનું પ્રમાણ વધ્યું છે. લંડનના સંશોધકોનું માનવું છે કે બાળકો બહારના સૂર્યપ્રકાશમાં ઓછું રમતા હોવાના કારણે અા સમસ્યાઓ વધી છે. પહેલાં બાળકો મોટાભાગે બહાર જ રમતા હતા અને અાઉટડોર એક્ટિવિટીમાં વ્યસ્ત રહેતા હતા. જ્યારે હવે ઘરમાં એસીમાં બેસીને રમવાની રમતો વધી ગઈ છે. હવે સંશોધકો કહે છે કે બાળપણમાં બાળકને વધુ પડતું પ્રોટેક્ટ કરીને રાખવું જોઈએ નહીં. બાળકને છૂટથી તડકામાં હરવા-ફરવા દેવા જોઈએ. જો નાનપણમાં યુવીબી કિરણોનું પૂરતુ એક્સપોઝર ન મળે તો ચશ્માના નંબર અાવવાનું જોખમ વધી જાય છે.

home

You might also like