કેજરીવાલનાં બદલે તેમનાં પત્ની સંભાળી શકે છે મુખ્યમંત્રી પદ

નવી દિલ્હી : આમ આદમી પાર્ટી મુસીબતમાં સતત વધારો થઇ રહ્યો છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે પહેલા કુમાર વિશ્વાસ માથાનો દુખાવો બન્યા છે અને ત્યાર બાદ હવે કમિલ મિશ્રાએ મોર્ચો ખોલ્યો છે. તમામ ઘટનાક્રમને ધ્યાને રાખીને ક્યાસ લગાવાઇ રહ્યા છે કે દિલ્હીનાં હાલનાં મુખ્યમંત્રી કેજરીવાલ રાજીનામું આપીને તેમનાં પત્નીને મુખ્યમંત્રી બનાવી શકે છે.

દિલ્હીનાં રાજનીતિક રીતે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલ પત્ની સુનિતાને મુખ્યમંત્રી બનાવવા માટેની કવાયત્ત કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આપનાં રણનીતિકાર આ મોટા સંકટમાંથી બહાર લાવવા માટે સુનીતા કેજરીવાલને એક સાફ ચહેરા તરીકે મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જો કપિલ મિશ્રાનાં આરોપથી કેજરીવાલનાં પદ છોડવી પડે તો કેજરીવાલનાં રાજીનામું અને તેમની ખુર્શી પર પત્ની સુનિતા કેજરીવાલ આપ માટે સંકટમોચક બની શકે છે.

જે પ્રકારે સુનીતા માત્ર અને માત્ર આમ આદમી પાર્ટીનાં સમર્થકો અને ભાજપ વિરોધીઓમાં રીટ્વીટ કરી રહ્યા છે. તેમાં તે પણ અંદાજ લગાવી શકાય છે કે સુનિતા હવે રાજનીતિમાં ઘણા સક્રિય છે. હાલમાં સુનિતાએ પોતાનાં બનેવીનાં બચાવમાં લખ્યું કે મારા બનેવી જીવીત નહી હોવા છતા પણ એક ગાંડો વ્યક્તિ ભણાવેલી સ્ક્રીપ્ટ વાંચ્યા કરે છે.

You might also like