ભારત સંરક્ષણવાદ અપનાવશે તો ઘણા દેશો મુશ્કેલીમાં મુકાશે : મિત્તલ

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનાન નેતૃત્વમાં અમેરિકા થોડુ વધારે પડતું જ સંરક્ષણવાદી બની ચુક્યું છે. એવામાં ટેલિકોમ સેક્ટરનાં દિગ્ગજ સુનિલ ભારતી મિત્તલે શનિવારે કહ્યું કે શું ભારતને પણ ફેસબુક અને ગૂગલને માત્ર એટલા માટે ના કરી દેવું જોઇએ કારણ કે તે બંન્ને અમેરિકી કંપનીઓ છે. મિત્તલે કહ્યું કે તેમને અમેરિકી સંરક્ષણવાદથી ચિંતા નથી કારણ કે તેમનો બિઝનેસ સંપુર્ણ સ્થાનિક બજાર પર આધારિત છે, જો કે જ્યારે વિદેશી કંપનીઓ ભારતમાં મોટો નફો કમાઇ રહી છે તો ભારતીય કામદારોને અટકાવવું બિલ્કુલ અયોગ્ય છે.

તેમણે કહ્યું કે જો તમારી સામે એવી પરિસ્થિતી પેદા થાય છે કે અર્થવ્યવસ્થાને ગતિ આપનારા કુશળ કામદારોનાં પ્રવેશ પર જ પ્રતિબંધ લગાવી દેવામાં આવે અથવા ભારતીય કંપનીઓને માત્ર એટલા માટે ખાસ સેલેરી આપવા માટે મજબુર કરવામાં આવે જેથી તેઓ તે દેશોમાં પ્રતિસ્પર્ધા લાયક જ નથી બચતા તો મને લાગે છે કે આ તે કંપનીઓની વિરુદ્ધ અયોગ્ય કાર્યવાહી છે જ્યાં વેપાર કરવો જોઇએ.

મિત્તલને પુછવામાં આવ્યું હતું કે તેમની કંપની એરટેલને કોઇ ખાસ દેશમાં પ્રવેશ આપવામાં ન આવે તો તેમની પ્રતિક્રિયા શું હશે. જેનાં જવાબમાં ગૂગલ, ફેસબુક અને વોટ્સએપનું ઉદાહરણ આપ્યું અને જણાવ્યું કે તેમનાં ભારતમાં કરોડો યુઝર છે. તેમનો હવાલો ટાંકતા પુછ્યું કે શું કંપનીઓને ભારતમાં ત્યારે પણ સંચાલનની પરવાનગી મળવી જોઇએ જ્યારે આ પ્રકારનાં એપ ભારતીય કંપનીઓનાં પણ છે.

You might also like