ટૂંક સમયમાં શરૂ થશે સુનિલ ગ્રોવરનું નવો શો, આ સેલિબ્રિટી બનશે મહેમાન

સુનિલ ગ્રોવર ટેલિવિઝન પર તેમનો નવો વેબ શો ‘ધન ધના ધન’ લઇને આવી રહ્યા છે, જે IPL મેચ દરમિયાન પ્રસારિત થશે. તેમાં મેચ સાથે-સાથે કોમેડી પણ જોવા મળશે. આ ‘શો’માં નવા આવનારા મહેમાનો તેને વધુ રસપ્રદ બનાવશે.

સુનિલના પહેલા મહેમાન ટાઇગર શ્ર્રોફ અને દિશા પાટની બનશે ‘શો’માં સુનીલ સાથે શિલ્પા શિંદે ‘બિગ બોસ 11’ પછી ફરીથી સ્ક્રીન પર જોવા મળશે. દર્શકો સુનીલ ગ્રોવરના આ નવા ‘શો’ને જોવા માટે આતુર છે.

આ ‘શો’માં સુનીલ એક રમુજી રોલ પ્લે કરશે જ્યારે બીજી બાજુ શિલ્પાશિંદે એક સુંદર પત્નીની ભૂમિકામાં જોવા મળશે. તેમાં શિલ્પાશિંદે ક્રિકેટની શોખીન મહિલાના રોલમાં જોવા મળશે. શિલ્પા સાથે અલી અસગર અને સુગંધા મિશ્રા પણ આ ‘શો’માં ભાગ લેશે. પરેશ ગાનરા, સુરેશ મેનન અને સુયશ રાયને પણ આ ‘શો’માં ભાગ લેશે.

You might also like