સુનીલ અને ચંદન વગર 10 મિનિટ પણ લોકોને ન હસાવી શક્યો કપિલ

મુંબઇઃ કપિલ શર્માનો શો ધીરે ધીરે તેનો ચાર્મ ખોઇ રહ્યો છે. જૂના તમામ ટીમ મેમ્બર્સ ધીરે ધીરે શો છોડી રહ્યાં છે. હવે નવા ચહેરા સાથે કપિલ ફરીથી લોકોને હસાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ સમાચાર મળી રહ્યાં છે કે રાજુ શ્રીવાસ્તવ, સુનીલ પાલ અને અહેસાન ખુરેશીને શોમાં લાવવાનો ફોર્મ્યુલા કામ કરી રહ્યો નથી.

સુનીલ ગ્રોવર, ચંદન પ્રભાકર અને અલી અસગર કપિલનો શો છોડી ચૂક્યાં છે. જેના કારણે કપિલના શોની ટીઆરપી ઓછી થઇ રહી છે. શોની ટીઆરપી વધારવા માટે શોના હોસ્ટ કપિલે દરેક પ્રકારના પ્રયાસ કરી રહ્યાં છે. જોકે કપિલે શોમાં રાજૂ શ્રીવાસ્તવ, સુનીલ પાલ અને અહેસાન ખરેશીને પણ બોલાવ્યા હતા. જે તરકીબ  પણ કામ લાગી નથી.

30 માર્ચે રાત્રે કપિલ શર્મા શોનું શૂટિંગ કરવા માટે કિકૂ શારદા અને શુમોનાને બોલાવવામાં આવ્યાં હતા. તેમની સાથે રાજૂ શ્રીવાસ્તવ પણ હાજર હતા. શૂટિંગ શરૂ તો થયું, પરંતુ એક્ટર વચ્ચે તાલમેલ અને આપસમાં તાલમેલના અભાવે હસી મજાક લગભગ ગાયબ દેખાતા હતા. અનેક પ્રયાસ કરવા છતાં કોમિક ટાઇમિંગ મેચ થઇ શક્યો ન હતો. થાકીને કપિલે 10 મિનિટની અંદર શૂટિંગ કેન્સલ કરી દીધું હતું.

http://sambhaavnews.com/

You might also like