કપિલ સાથે વિવાદ બાદઃ સુનીલ ગ્રોવર- અલી અસગરનું નવા શોથી કમબેક

મુંબઈ: ધ કપિલ શર્મા શોની ટીઅારપી એક તરફ નીચે પડી રહી છે તો બીજી તરફ કોમેડિયન સુનીલ ગ્રોવર એક નવા ટીવી શોમાં દેખાશે. અા શોમાં તેની સાથે ધ કપિલ શર્મા શોના કો એક્ટર અલી અસગર પણ હશે.  શોની એન્ટરટેઈન્મેન્ટ ટેલિવિઝનના અન્ય અેક ટીવી શો ‘સબ સે બડા કલાકાર’માં અા લોકો જોવા મળશે. ગઈ કાલે અા શોનો એક એપિસોડ પણ શૂટ કરાયો છે. અા અેપિસોડ શોની ટીવી પર ૭ મેના રોજ રાત્રે ૮ વાગે પ્રસારિત થશે.

સબ સે બડા કલાકાર શોની ચેનલ પર અાવતો ટીવી રિયાલિટી શો છે. તેમાં સુનીલ અને અલી મળીને દર્શકોને હસાવશે. સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની વચ્ચે થયેલા વિવાદ બાદ સુનીલ અને અલી ધ કપિલ શર્મા શોમાં પાછા ફર્યા નથી. કપિલે કોમેડી શોની ટીઅારપીને ટકાવી રાખવા માટે ઘણી બધી કોશિશો કરી છે પરંતુ ટીઅારપી મેળવી શકાઈ નથી. તે શો પર બુઅાજી અેટલે કે ઉપાસનાસિંહને પણ પરત લાવ્યો છે.

સુનીલ ગ્રોવરના ફ્રેન્સ તેને અા શોમાં મિસ કરી રહ્યા છે. જો કે પોતાના ફ્રેન્સનું દિલ તોડ્યું નથી. તેને ઘણી અલગ અલગ જગ્યાઅે શો કર્યા છે. દિલ્હીમાં પર્ફોર્મન્સ કરવાની સાથે સુનીલે ઇન્ડિયન અાઈડલ માટે પણ એક એપિસોડ શૂટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુનીલ ગ્રોવર અને અલી અસગરે સોની ચેનલ સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. અા કોન્ટ્રાક્ટ ૨૮ અેપ્રિલે પૂરો થશે.
http://sambhaavnews.com/

You might also like