શાસ્ત્રી અને ગાવસ્કરને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ બન્યું હતું?

લાહોરઃ આ સમાચાર સાંભળીને ભલે તમને વિશ્વાસ ના થાય, પરંતુ આ વાતનો ખુલાસો ખુદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાની ટીમના મેનેજર તરીકે રહેલા તલત અલીએ કર્યો છે. ગત જૂનમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમે તમામ પૂર્વાનુમાનોને ધ્વસ્ત કરી નાખીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને હરાવીને ખિતાબ પર કબજો જમાવ્યો હતો. એ વાત પણ બધા જાણે છે કે પાકિસ્તાનની ટીમ એ ટૂર્નામેન્ટની શરૂઆતમાં કોઈની પણ ફેવરિટ નહોતી. વધારામાં પહેલી જ લીગ મેચમાં ભારત સામેના પરાજયથી પાક. ટીમની આબરૂના ધજાગરા ઊડ્યા હતા, પરંતુ ત્યાર બાદ સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ અને પાકિસ્તાન ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યું હતું. એક રીતે કહી શકાય કે ૧૯૯૨માં વર્લ્ડકપ જીત્યા બાદ પાકિસ્તાની ક્રિકેટની એ સૌથી મોટી જીત હતી. આ બંને જીતની મોટી સમાનતા એ છે કેબંને ટૂર્નામેન્ટની શરૂઆતમાં પાકિસ્તાનને સૌથી નબળી ટીમ માનવામાં આવી રહી હતી.

પાકિસ્તાનની એ જીતમાં બે ભારતીય િદગ્ગજ ક્રિકેટર્સનો હાથ હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની ટીમના મેનેજર રહેલા તલત અલીએ ફાઇનલમાં ભારત સામે પોતાની ટીમની જીતનાં રહસ્યનો ખુલાસો હવે કર્યો છે. અલીએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું કે કઈ વાતે તેમની ટીમના ખેલાડીઓમાં જોશ ભરી દીધું.

You might also like