ક્રિકેટના ‘GOD’ સચિનને આપી સુનિલ ગાવસ્કરે આ ખાસ ગિફ્ટ

સચિન, સચિન, સચિન.. !, એક એવું નામ છે, જેણે દુનિયાના કોઇ પણ ક્રિકેટ સ્ટેડિયમમાં સરળતાથી ગૂંજે છે. વાનખેડે સ્ટેડિયમમાં તો સચિન તેંડુલકરનું હોમ ગ્રાઉન્ડ છે. ગઇ કાલે સચિન તેંડુલકરનો જન્મદિવસ હતો, જ્યારે સચિન મુંબઇ ટીમ સાથે સ્ટેડિયમમાં જોવા મળ્યો અને તેના નામની ગૂંજ સ્ટેડિયમમાં સંભળાતી હતી.

તમને જણાવી દઇએ કે, IPL-11ની 23મી મેચ મુંબઇ ઇન્ડિયન અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ હતા. પૂર્વ ભારતીય ક્રિકેટર અને મુંબઇ ટીમના મેન્ટોર સચિન મુંબઇ ટીમની સાથે સ્ટેડિયમમાં પહોંચ્યો , જ્યારે તે ગ્રાઉન્ડ પર જોવા મળ્યો, જોવા મળ્યો ત્યારે ફેન્સ સચિન…સચિનના નામની બૂમો પાડતાં જોવા મળ્યાં હતાં.

આ વખતે એક ખાસ વાત જોવા મળી જ્યારે કોમેન્ટ્રી કરી રહેલા સીનિયર ક્રિકેટર સુનિલ ગાવસ્કરે મેચ શરૂ થતાં પહેલા સચિનને જ્યારે મળ્યા ત્યારે તેના હાથમાં એક બેગ જોવા મળી હતી. જે બેગમાં સચિન માટે એક ખાસ ગિફ્ટ હતી.

કોમેન્ટ્રી દરમિયાન જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે જવાબ આપતાં અચકાતાં હતાં પરંતુ જ્યારે તેમને આગ્રહ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે આ બેગમાં સચિન માટે સ્પેશિયલ ગિફ્ટ હતી. તેમણે જણાવ્યું કે આ બેગમાં આફ્ટર શેવ લોશન હતું. જે સચિનને ખૂબ જ પસંદ છે. આથી મેં તેને ગિફ્ટ આપી હતી.

You might also like