સુનંદા પુષ્કરના હત્યા કેસમાં FBIની મદદ માગતી દિલ્હી પોલીસ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ(સીટ)એ સુનંદા પુષ્કરની હત્યા મામલે અમેરિકાની એફબીઆઈની મદદ માગી છે. આ બાબતે એફબીઆઈના અધિકારીઓની મુલાકાત થઈ છે. ટીમે એફબીઆઈની લોબોરેટરી પાસે સુનંદાના મોતનું સાચુ કારણ જાણવા મદદરૂપ થવા જણાવ્યુ છે.

કોંગ્રેસના નેતા શશિ થરૂરની પત્ની સુનંદાની લાશ 17 જાન્યુઆરી 2014ના રોજ દિલ્હીની એક હોટલમાંથી મળી હતી. ત્યારબાદ નવેમ્બર 2015માં આપવામાં આવેલા અહેવાલમાં એફબીઆઈએ સુનંદાનું મોત ઝેર પીવાથી થયું હોવાની શંકાને ફગાવી દીધી હતી. ત્યારે હવે સુનંદાનાં મોત કેસની તપાસ કરી રહેલી સીટે એફબીઆઈએ તેના મોતનું સાચું કારણ જાણવા પ્રયાસ કર્યો છે. FBIના અહેવાલમાં જણાવાયું હતું કે સુનંદાના શરીરમાં રેડિયોએકટિવ પદાર્થની હાજરી જોવા મળી ન હતી.

જોકે રેડિયોએકટિવ પદાર્થની હાજરી અંગે સ્પષ્ટ ઈનકાર કરવામાં આવ્યો નથી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે વિસેરા સેમ્પલ ડિગ્રેડ થઈ જવાના કારણે આવા કેસમાં બરાબર આવા પદાર્થની હાજરી અંગે અભ્યાસ કરી શકાતો નથી. પરંતુ આ કેસમાં હવે દિલ્હી પોલીસે એફબીઆઈ પાસે સુનંદાના મોતનું સાચું કારણ જાણવા પ્રયાસ કર્યો છે.

You might also like