સુનંદા કેસમાં ફોરેન્સિક પુરાવાઓની તપાસ માટે ડોકટરની નવી ટીમ રચાઇ

નવી દિલ્હી: સુનંદા પુષ્કરનાં મોતની તપાસ માટે આરોગ્ય મંત્રાલયે ડોકટરોની એક નવી ટીમની રચના કરી છે કે જેથી ફોરેન્સિક પુરાવાઓના આધારે સુનંદા પુષ્કરનાં રહસ્યમય મોત સાથે સંકળાયેલા વણઉકલ્યાં પાસાંઓને ઉકેલી શકાય.
સુનંદા પુષ્કરનું મૃત્યુ બે વર્ષ પહેલાં થયું હતું, પરંતુ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એમ્સ)ના નિષ્ણાતો હજુ સુધી તેના મૃત્યુનું રહસ્ય ઉકેલી શકયા નથી.

સૂત્રોના જણાવ્યા અનુુસાર દિલ્હી પોલીસે આ અંગે આરોગ્ય મંત્રાલયને એક પત્ર લખ્યો હતો. દિલ્હી પોલીસે પત્ર લખીને એમ્સ અને યુએસ ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનની એક નવી ટીમ રચવા જણાવ્યું હતું કે જે ફોરેન્સિક પુરાવાઓનો અભ્યાાસ કરી શકે. પ૧ વર્ષીય બિઝનેસ વુમન સુનંદા પુષ્કરનો બે વર્ષ પહેલાં દિલ્હીની એક હોટલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. સુનંદા પુષ્કર પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને યુએન ડિપ્લોમેટ શશી થરૂરનાં પત્ની હતી. શશી થરૂરના પાકિસ્તાની પત્રકાર સાથેનાં લગ્નેતર સંંબંધો હોવાનો ઘટસ્ફોટ થયાના થોડા દિવસ બાદ જ સુનંદા પુષ્કરનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નીપજયું હતું. પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં કોંગ્રેસ નેતા શશી થરૂરની પણ અનેક વખત પૂછપરછ થઇ ચૂકી છે.

નવી મેડિકલ ટીમમાં ચંડીગઢના ડોકટર, પુડ્ડુચેરી અને દિલ્હીની લેડી  હાર્ડિંગ મેડિકલ કોલેજના એક એક ડોકટર પણ હશે. આ ઉપરાંત ટીમમાં એફબીઆઇના એક સભ્યનો પણ સમાવેશ કરાયો છે.

You might also like