પત્નીને ખુશ કરવા કરી પિતાની હત્યા : ખાંસીથી હતી પરેશાની

ભોપાલ : મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં કળીયુગી પુત્રની હિણી માનસીકતા સામે આવી હતી. જ્યાં એક યુવકે પોતાનાં પિતાને માત્ર એટલા માટે મારી નાખ્યા કારણ કે પિતાની ખાંસી તેની પત્નીને પસંદ નહોતી. પત્ની જ્યાં ખાસીના કારણે યુવકને છોડીને જતી રહી હતી તો બીજી તરફ પિતાની ખાંસી પણ મટી નહોતી રહી.

છિંદવાડા જિલ્લાના સોનપુર ગામમાં 55 વર્ષનાં વિષ્ણુ યાદવને તેના પુત્ર ધર્મેન્દ્રએ કુહાડીના ફટકા મારીને મારી નાખ્યા હતા. ધર્મેન્દ્રની પત્ની સસરાની ખાંસી અને આદતોથી પરેશાન હતી. તેણે સ્પષ્ટ કહી દીધું હતું કે જ્યાં સુધી સસુર જીવતા છે તે ઘરે પરત નહી ફરે. ધર્મેન્દ્રના અનુસાર તેની પત્નીને તેના પિતાનું રસોડામાં આવીને બીડી સળગાવવી તથા રાત્રે ઉધરસ ખાવાની ટેવ પસંદ નહોતી.

વિષ્ણુના એકમાત્ર પુત્ર ધર્મેન્દ્રના 9 મહિના પહેલા જ લગ્ન થયા હતા. પોલીસને આપેલા નિવેદમાં ધર્મેન્દ્રેએ સ્વિકાર્યું કે તેણે પત્નીને મનાવવાનાં પ્રયાસ કર્યા સાથે જ પિતાને પણ સમજાવવાનાં પ્રયાસો કર્યા હતા. જો કે આ બંન્નેમાંથી કોઇ પોતાની જીદ છોડવા માટે તૈયાર નહોતા. અંતે તેણે પિતાની હત્યા કરી દીધી હતી. તેણે ગુનો કબુલી લીધો છે અને પોલીસે તેની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.

You might also like