સૂર્યનાં કિરણોના એક્સપોઝરને કારણે કીકીમાં પણ કાળા ડાઘ પડી શકે

આકરા તાપથી માત્ર ત્વચા અને વાળને જ નુકસાન થાય છે એવું નથી. સૂર્યનાં કિરણોનો સંસર્ગ લાંબા સમય સુધી કરવામાં આવે તો એવી અસર આંખો પર પણ પડે છે. ઓસ્ટ્રિયાની યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે સનલાઈટ એક્સપોઝરથી આંખની કીકીમાં ડાર્ક સ્પોર્ટસ થવાની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાને કારણે લાંબા ગાળે મોતિયા અને મેક્યુલર ડી જનરેશન જેવાં ઉંમરને કારણે થતા રોગો થવાની સંભાવના વધે છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે સૂર્યના આકરા તાપમાં ફરવું પડે તો લોકો માત્ર ત્વચા અને વાળને જ સાચવે છે, પણ એની અસર આંખ પર પડે છે. આંખ પર એની તરત અસર વર્તાતી નથી.
http://sambhaavnews.com/

You might also like