સમર કુલ સલાડ

સામગ્રી :
1 દૂધી ઝીણી સમારેલી બાફેલી
1 દાડમ ના દાણા,
1 વાટકી કોકોનટ મિલ્ક
1 વાટકી દહીં
થોડું શેકેલું જીરું
કોથમીર સજાવટ માટે
બનાવવાની રીતઃ બાઉલ માં ઝીણી સમારેલી બાફેલી દુધી લો, તેમાં દહીં ઉમેરો, દાડમ ના દાણા ઉમેરો, અને કોકોનટ મિલ્ક ઉમેરી હલાવી દો પછી ડીશ માં લઇ ઉપર થી થોડું શેકેલું જીરું ભભરાવો અને કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો .

You might also like