દેશની લેજિસ્લેટિવ બોડીની ૭૮મી પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આજે ઉદ્ઘાટન

અમદાવાદ: લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન સંકુલ ખાતે દેશના વિવિધ રાજ્યોની લેજિસ્લેટિવ બોડીની ૭૮મી પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. સુમિત્રા મહાજન આ પરિષદના અધ્યક્ષ છે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહીને ઉદ્ઘાટન પરિસંવાદનું ઉદઘાટન કરવામાં આવશે.

તા. ૨૩મી જાન્યુઆરીએ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી સમાપન સમારંભને સંબોધન કરશે.આજે લોકસભાના જનરલ સેક્રેટરી અનુપ મિશ્રાએ દેશભરની વિધાનસભાઓના સચિવોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે મિશ્રાએ પાછલા વર્ષ દરમિયાન અનેક મહત્વપૂર્ણ પ્રક્રિયાગત વિકાસ થયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગૃહ અને સમિતિમાં કરવામાં આવેલા નોંધપાત્ર કાર્યની ખાતરી કરવા માટે યોગ્ય પગલાં ભરવાની જરૂરિયાત છે અને તેને સંબંધિત માહિતી પ્રજામાં અસરકારક રીતે પ્રસારિત કરવી જોઇએ.

You might also like