એક કરોડથી વધુ લોકોએ જોયું ‘સુલાતન’નું ટીઝર

મુંબઇ: સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘સુલતાન’ના ટીધરને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. તેના ચાહકો આ ફિલ્મને લઇને એટલી રાહ જોઇ રહ્યા છે કે એક અઠવાડિયાના ઓછા સમયમાં તેના ટીઝરને 1 કરોડથી વધુ લોકોએ જોઇ લીધું છે.

જણાવી દઇએ કે સલમાન ખાનની આગળની ફિલ્મ સુલતાનનું ટીઝર થોડાંક દિવસ પહેલા જ રિલીઝ થયું છે. સલમાન આ ફિલ્મમાં સુલ્તાન અલી ખાનના પાત્રમાં પહેલવાની કરતાં જોવા મળ્યો છે.

પહેલવાન સુલ્તાન અલી ખાનની જિંદગી પર આધારિત આ ફિલ્મના ટીઝરમાં સલમાન પહેલવાનીના દાવ પેચ લડાવતો જોવા મળે છે. ટીઝરમાં સલમાનને પહેલવાનીની દુનિયાનો શેર બતાવવામાં આવ્યો છે. હરિયાણવી પહેલવાન બનેલા સલમાન ખાનની બનાવેલી બોડી તેના એક નવા અને જોરદાર લુકને પૂરાવો કરે છે.

અલી અબ્બાસ જફર નિર્દેશિત આ ફિલ્મનો દર્શકો ઘણા રાહ જોઇ રહ્યા છે. યશરાજ ફિલ્મસના બેનર નીચે બનેલી આ ફિલ્મમાં સલમાનના વિરુદ્ધ અનુષ્કા શર્મા લીડ રોલમાં છે. અનુષ્કા પણ આ ફિલ્મમાં પહેલવાનના પાત્રમાં જોવા મળશે. આ વર્ષે ઇદ પર રિલીઝ થનારી ફિલ્મ ‘સુલતાન’ના સલમાનના ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.

You might also like