સલમાન અને યૂલિયાએ સાથે નિહાળી સુલ્તાન

મુંબઇઃ મુંબઇમાં સુલ્તાન ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજવામાં આવ્યું હતું.  સલમાન અને યૂલિયા વંતૂર એક સાથે ફિલ્મ જોવા માટે આવ્યા હતા. તો બીજી તરફ સલમાનની પૂર્વ પ્રેમિકા કેટરીના કેફ પણ ત્યાં પહોંચી હતી. રણવીર કપૂર સાથે બ્રેકઅપ થયા પછી સલમાન સાથે કેટરીનાની નીકટતા વધી રહી છે. જો કે યૂલિયા અને સલમાનના લગ્નને લઇને મીડિયામાં અનેક સમાચારો વહેતા થયા હતા. સલમાન આ વર્ષના અંત સુધી લગ્ન કરવાનો છે તેવી જાહેરાત કરી હતી. તો બીજી તરફ યૂલિયાએ લગ્નની વાતને નકારી દીધી છે.

ત્યારે હવે જોવાનું એ રહેશે કે વર્ષના અંત સુધીમાં સલમાન ખાન કોની સાથે લગ્ન કરશે. સલમાન યૂલિયા સાથેના તેના સંબંધોને લઇને આ વખતે થોડો વધારે સિરીયસ છે. તો યૂલિયા પણ વિદેશથી ભારત આવ્યા પછી સલમાનના પરિવાર સાથે જ જોવા મળે છે. થોડા દિવસ પહેલાં જ સલમાને યૂલિયા સાથે એક હોટલમાં ઇફતિયાર પાર્ટી પણ કરી હતી.

ડાયરેક્ટર અલી અબ્બાઝ ઝફરની ફિલ્મ સુલ્તાન બુધવારે રિલીઝ થઇ ગઇ છે. પ્રથમ દિવસે જ સુલ્તાને તગડી કમાણી કરી લીધી છે. ત્યારે  સલમાનની આ ફિલ્મ ભાઇજાનના તમામ રેકોર્ડ તોડે તો નવાઇ નહીં.

You might also like