અહીં થાય છે સલમાનની પૂજા!

મુંબઇઃ બોલીવુડના સુપર સ્ટાર સલમાનના ચાહકોની દિવાનગી જગજાહેર છે. સુલ્તાનની રિલીઝ પછી પહેલવાનો વચ્ચે સલમાનનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે કાનપુરના ચંદૂ અખાડામાં સલમાનનો અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અખાડાના પહેલવાને સલમાનને ભગવાનનો દરજ્જો આપ્યો છે. પહેલવાનો સલમાનની પૂજા કરી રહ્યાં છે.

કુસ્તી લડતા આ પહેલવાનોમાં સુલ્તાન એટલો હોટ ફેવરિટ છે કે સલમાનને ભગવાનની જેમ પૂજવા સાથે દરરોજ તેમના ફોટાની આરતી પણ કરે છે. તેના આર્શિવાદ લે છે અને ત્યાર બાદ અખાડામાં ઉતરે છે.

ઇદના દિવસે રિલીઝ થયેલી સલમાનની ફિલ્મ સુલ્તાન બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી ચૂકી છે. બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરનાર આ ફિલ્મ 297.56 કરોડનો વ્યવસાય કરી ચૂકી છે અને જલ્દી 300 કરોડની ક્લબમાં શામેલ થશે.

You might also like