‘સુલતાન’ માટે અનુષ્કા કેમ પસંદ કરાઈ?

સલમાન ખાનની ફિલ્મ ‘સુલતાન’ માટે ઘણી બધી અભિનેત્રીઅોનાં નામ ચર્ચાતાં હતાં. અા ફિલ્મ સાથે ઘણાં નામ જોડાયાં અને ગાયબ પણ થયાં. ‘સુલતાન’ માટે અાખરે અનુષ્કા શર્માની પસંદગી થઈ. અાશ્ચર્યનો વિષય અે છે કે સલમાનના વર્તુળમાં નાયિકાઅોની કોઈ કમી ન હતી. પ્રિયંકા, દીપિકા જેવી હીરોઈનો પણ તેની સાથે કામ કરવા તલપાપડ હતી. સલમાનના અેક જ ઇશારે તેની સાથે કામ કરવા તૈયાર થાય તેવી અભિનેત્રીઅોને છોડીને અનુષ્કાને પસંદ કરાઈ. અનુષ્કાઅે ત્રણેય ‘હેવીવેઈટ’ ગણાતા ખાન અભિનેતાઅો શાહરુખ, અામિર અને સલમાન સાથે કામ કરવાની ઇચ્છા પૂરી કરી લીધી.

બોલિવૂડમાં પ્રવેશતી કોઈ પણ અભિનેત્રીને અા ત્રણેય ખાન સાથે કામ કરવાની ઇચ્છા હોય છે. અા ત્રણેય ખાન હવે અાધેડ ગણાય છે, પરંતુ તેમની સાથે કામ કરવા માટે પસંદ કરાતી અભિનેત્રીઅો અા કદાવર અભિનેતાઅો સાથે કામ કરવાનો દમ રાખે છે કે નહીં તેટલું જ ચેક કરવામાં અાવે છે. અનુષ્કામાં તે દમ હતો, તેથી તેને ત્રણેય ખાન અભિનેતાઅોનો સાથ મળ્યો.

‘સુલતાન’માં અનુષ્કાઅે જે પાત્ર ભજવ્યું છે તેને નિભાવવું એટલું સરળ ન હતું. કોઈ અનુભવી અભિનેત્રી જ અા પાત્ર ભજવી શકે તેમ હતી, પરંતુ નિર્દેશક અને સલમાનની નજરમાં અનુષ્કા તમામ માપદંડ પર ખરી ઊતરી. અા ફિલ્મમાં અનુષ્કાનો જે ડી ગ્લેમ લુક છે તે અન્ય કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. અા ફિલ્મ અનુષ્કાને એક અલગ જ કેટેગરીમાં મૂકે છે. અા ફિલ્મ દ્વારા અનુષ્કા સાબિત કરે છે કે તે શબાના અાઝમી, સ્મિતા પાટીલ જેવી અભિનેત્રીઅોની હરોળમાં સામેલ થવાની તાકાત ધરાવે છે.
સલમાને અગાઉ ઘણી ફિલ્મોમાં નવી અભિનેત્રીઅો લોન્ચ કરી છે, પરંતુ અા વખતે તે કોઈ રિસ્ક લેવા ઇચ્છતો ન હતો. ‘સુલતાન’ની ફીમેલ લીડ કેરેક્ટર એ જ અભિનેત્રી કરી શકે તેમ હતી, જે ખુદને દરેક ઢાંચામાં ઢાળી શકતી હોય. અનુષ્કા અા બાબતમાં પરફેક્ટ નીકળી. •

You might also like