બાડમેરમાં એક ફુગ્ગા માટે વાયુસેનાએ ઉડાડ્યું સુખોઇ : 5 મિસાઇલ પણ છોડી

બાડમેર : ગણતંત્ર દિવસનાં પ્રસંગે મંગળવારે બાડમેરનાં ગુગડી ગામમાં કથિત રીતે પાંચ બોમ્બ ઝીંકાતા અફડાતફડી મચી જવા પામી હતી. આ ઘટના અંગે જો કે હાલ બે પ્રકારનાં અહેવાલો પ્રકાશિત થઇ રહ્યા છે.
એક અહેવાલ અનુસાર નોફ્લાઇંગ ઝોનમાં એક ફુગ્ગો ઉડી રહ્યો હતો. જે શંકાસ્પદ રીતે ઉડી રહ્યો હતો તેને જોતા વાયુસેના દ્વારા સુખોઇ પ્લેનનો ઉપયોગ કરીને તેને તોડી પડાયો હતો. આ ફુગ્ગાને ઉડાવી દેવા માટે સુખાઇ દ્વારા પાંચ મિસાઇલ છોડવામાં આવી હતી . આ મિસાઇલોનાં ટુકડા નીચે ગુગડી ગામમાં પડ્યા હતા. જેનાં કારણે અફડા તફડી મચી ગઇ હતી.
જ્યારે અમુક મીડિયા રિપોર્ટ એવા આવી રહ્યા છેકે આ મિસાઇલ સુખોઇમાંથી દુર્ઘટનાંવશ નીચે પડ્યા હતા. જો કે એક મોટી દુર્ઘટનાં ટળી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે સવારે બાડમેરમાં વાયુસેનાનાં રડારમાં એક શંકાસ્પદ ફુગ્ગો આવ્યો હતો. આ ફુગ્ગો નો ફ્લાઇંગ ઝોનમાં ઉડી રહ્યો હતો. મંગળવારે ગણતંત્ર દિવસનું એલર્ટ પણ હતું જેનાં પગલે વાયુસેના એલર્ટ થઇ ગઇ હતી.
વાયુસેનાએ ખતરાની આશંકાનાં પગલે ફુગ્ગાને સુખોઇ દ્વારા તોડી પાડવાનો નિર્ણય કર્યો તો. ત્યાર બાદ સુખાઇ વિમાન ફુગ્ગાને તોડી પાડવા માટે મોકલવામાં આવ્યા હતા. જેને હવામાં જ ઉડાવી દેવામાં આવ્યો હતો. જો કે ફુગ્ગામાં શું હતું તે અંગે હજી સુધી કોઇ જ માહિતી મળી નથી.
બીજી તરફ સુખોઇમાંથી છુટેલી મિસાઇલોનાં કારણે નીચે ગામમાં અફડાતફડી મચી ગઇ હતી. આ મિસાઇલનાં થોડા ટુકડાઓ ખેતરોમાં પડ્યા હતા. વાયુસેના વિંગ કમાન્ડર પી.સી અગ્રવાલે એક સમાચાર ચેનલને જણાવ્યું કે આ પ્રકારનાં ફુગ્ગામાં કેમેરા પણ હોઇ શકે છે. જે બેઝની તસ્વીરો અથવા તો વીડિયો ગ્રાફી પણ કરી શકે છે.

You might also like