એરફોર્સનું સુખોઇ-30 વિમાન ગૂમ, તેજપુરથી ભરી હતી ઉડાન

નવી દિલ્હી: એરફોર્સનું એકવિમાન સુખોઇ-30 એરક્રાફ્ટનો સંપર્ક રડાર સાથે ટૂટી ગયા બાદ એની શોધખોળ માટેનું અભિયાન ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ એરક્રાફ્ટ અસમના તેજપુરથી નિયમિત ટ્રેનિંગ ઉડાન પર હતું. તેજપુરથી 60 કિલોમીટર ઉત્તરમાં જ્યારે આ વિમાન હતું ત્યારે જ રડાર સાથે સંપર્ક ટૂટી ગયો. વિમાનની શોધ કરવા માટે તપાસ અભિયાન ચાલુ કરી દેવામાં આવ્યું છે.

રશિયા પાસેથી ખરીદવામાં આવેલું સુખોઇ વિમાન વાયુસેનાની અગ્રિમ પંક્તિના લડાકૂ વિમાનોમાંથી છે. એક રિપોર્ટ અનુસાર છેલ્લા 7 વર્ષમાં 7 સુખોઇ વિમાન ઘટનાનો શિકાર બની ચૂક્યા છે. આશરે 358 કરોડ રૂપિયાના ખર્ચ વાળા આ વિમાન 4.5 જેનરેશનનું વિમાન છે અને આ સમય દુનિયાના શ્રેષ્ઠ લડાકૂ વિમાનોની શ્રેણીમાં સમાવેશ થાય છે.

બે એન્જીન વાળા સુખોઇ-30 એરક્રાફ્ટનું નિર્માણ રશિયાની કંપની સુખોઇ એવિએશન કોર્પોરેશનએ કર્યું છે. ભારતની રક્ષા જરૂરીયાતો પ્રમાણે સુખોઇ વિમાન ખૂબ જ મહત્વનું છે. આ દરેક સિઝનમાં ઉડાન ભરી શકે છે. હવાથી હવામાં અને હવાથી સપાટી પર હુમલો કરવામાં સક્ષમ છે.

http://sambhaavnews.com/

You might also like