મુંબઇઃ બોલિવુડના જાણીતા ફિલ્મકાર સુજીત સરકાર અભિનેત્રી માધુરી દિક્ષીતને લઇને એક ફિલ્મ બનાવી રહ્યાં છે. પીકૂ જેવી સફળ ફિલ્મ બનાવનારા સુજીત હવે મહિલાઓ પર એક ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મમાં ત્રણ પેઢીની મહિલાઓને એક સાથે બતાવવામાં આવશે.
સુજીત આ ફિલ્મમાં માધુરી દિક્ષીત, રાની મુખર્જી અને પરિણીતિ ચોપરાને લઇ કરી રહ્યાં છે. તેમણે ત્રણ પેઢીની અલગ અલગ મહિલાઓના કિરદાર માટે વાત કરી છે. જો રાની આ ફિલ્મ માટે હા પાડી દે તો આદિરાના જન્મ પછી તે તેની આ પહેલી ફિલ્મ હશે. જ્યારે માધુરીનું નાના પડદા પરથી મોટા પડદા પર કમબેક થશે. આ ફિલ્મમાં ત્રણ અભિનેત્રી એક સાથે જોવા મળશે.