અલગ રહેવા અંગે ઝઘડાથી કંટાળી પરિણીતાનો પંખે લટકી અાપઘાત

અમદાવાદ, સોમવાર
બોપલ વિસ્તારમાં ઘુમા ગામમાં રહેતી એક પરિણીતાઅે પોતાના ઘરે ગળોફાંસો ખાઈ અાત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. દિયર-દેરાણીથી અલગ રહેવા માટે થઈ બોલાચાલી અને ઝઘડા થતાં જેનું મનમાં લાગી અાવતાં પરિણીતાઅે અાત્મહત્યા કરી હોવાનું બહાર અાવ્યું છે. બોપલ પોલીસે અકસ્માત મોત નોંધી છે.

ઘુમા ગામમાં અાવેલી અાકૃતિ રેસિડેન્સમાં વિજયભાઈ જેઠવા તેમના ભાઈ નીલેશભાઈ અને તેમની ભાભી અનીતાબહેન તથા તેમના પરિવાર સાથે રહે છે. શનિવારે વિજયભાઈને નોકરી ઉપર રજા હોવાથી પોતાના ઘરે હાજર હતા ત્યારે સાંજના સાડા છની અાજુબાજુ અનીતાબહેનની પુત્રી રોતી હોવાથી ભરતભાઈનાં બા અનીતાબહેનને બોલાવવા ઉપરના માળે ગયા હતા. ઉપરના માળેથી બૂમાબૂમ થતાં વિજયભાઈ ઉપર દોડી ગયા હતા.

રૂમમાં તપાસ કરતાં અનીતાબહેને પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. અનીતાબહેનમાં થોડો જીવ હોઈ તાત્કાલિક વિજયભાઈ ગાડીમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેઅોને મૃત જાહેર કર્યાં હતાં. ઘટનાની જાણ પોલીસને કરાતાં બોપલ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પોલીસે પરિવારજનોના નિવેદન લીધાં હતાં જેમાં બંને ભાઈઅો સાથે રહેતા હોઈ અનીતાબહેનને અલગ રહેવા માટે અવાર નવાર ઝઘડા અને બોલાચાલી કરતા હોઈ મનમાં લાગી અાવતાં તેઅોઅે ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી લીધી હતી. બોપલ પોલીસે અકસ્માત મોત નોંધી સાણંદ ડીવાયઅેસપીઅે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like