અમદાવાદઃ શહેરમાં થયેલ આત્મહત્યા-આપઘાતના સમાચારો વિશે જાણો

પોલિટેકનિકના વિદ્યાર્થીનો રહસ્યમય સંજોગોમાં આપઘાત
જામનગરમાં પોલિટેકનિકના વિદ્યાર્થીએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરતાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. જામનગરમાં મેહુલનગર ખાતે આવેલી શિવમ્ પાર્ક સોસાયટીમાં રહેતા અને પોલિટેકનિકમાં અભ્યાસ કરતા કેલ્વિન સંજયભાઇ માંગુકિયા નામના ૧૮ વર્ષના વિદ્યાર્થીએ અગમ્ય કારણસર પોતાના ઘરમાં જ ઝેરી ટીકડીઓ ખાઇ લેતાં તેને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. પોલીસે તાત્કાલીક પહોંચી જઇ લાશને પીએમ માટે મોકલી આપી હતી.

શહેરમાં ત્રણ યુવાન અને એક યુવતીની ગળેફાંસો ખાઇ આત્મહત્યા
શહેરના જુદા જુદા વિસ્તારમાં આત્મહત્યાના ચાર બનાવો બન્યા છે. જેમાં ત્રણ યુવાન અને એક યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે. જુહાપુરામાં મેમણ હોલની બાજુમાં આવેલ ઇકબાલ ફલેટ ખાતે રહેતા મહંમદ સલીમ મહંમદ અનીસ બાસ્તાવાલા નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી
નાખ્યું હતું. જ્યારે સરસપુરમાં શારદાબહેન શાકમાર્કેટ પાસે આવેલ કાંતિલાલ ગોકુળદાસની ચાલી ખાતે રહેતા ગોપીભાઇ ચમનભાઇ પટણીનાં પત્ની રિસામણે ગયાં હોઇ મનમાં લાગી આવતાં તેમણે પણ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. શાહીબાગમાં આવેલા જનતાનગરમાં રહેતી હર્ષાબહેન જગદીશભાઇ પરમાર નામની ર૮ વર્ષીય યુવતીએ બપોરે ૧-
૩૦ના સુમારે પોતાના ઘરમાં જ ભેદી સંજોગોમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી તેમજ અમરાઇવાડીમાં જનતાનગર યોગેશ્વર એસ્ટેટ સામે આવેલ ગાયત્રીનગર ખાતે રહેતા સાગરભાઇ નરેન્દ્રભાઇ સૂતરિયાએ પણ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી નાખ્યું હતું.

નર્મદા કેનાલમાં ઝંપલાવી પ્રેમી યુગલે જીવન ટુંકાવ્યું
હારીજના એક પ્રેમી યુગલે કંબોઇ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી સજોડે આત્મહત્યા કરી હતી.હારીજ ખાતે રહેતા વિપુલ રાવળ અને ભૂમિ રાવળ વચ્ચે ઘણા વખતથી પ્રેમ સંબંધ હતો. બંને લગ્ન કરવા માગતાં હતાં પરંતુ બંનેના પરિવારજનોને આ સંબંધ મંજૂર ન હોવાથી આ પ્રેમીઓ હતાશા અનુભવતાં હતાં. હતાશામાં જ વિપુલ અને
ભૂમિએ ઘરેથી નીકળી જઇ કંબોઇ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવી નાખ્યું હતું.

You might also like