શિક્ષકનો વિદ્યાર્થિની સાથે ટ્રેન નીચે પડતું મૂકી સજોડે આપઘાત

અમદાવાદ: ભરૂચ રેલવે સ્ટેશન નજીક ગુજરાત એકસપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી એક શિક્ષકે ધો.૧રની વિદ્યાર્થિની સાથે સજોડે આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે. પ્રાપ્ત માહિતી મુજબ કામરેજમાં આવેલ એક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ૩ર વર્ષીય હરીશ વધેરના લગ્ન બે મહિના અગાઉ થયાં હતાં.

આ શિક્ષકને સ્કૂલમાં જ ધો.૧રમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે પ્રેમ થઇ ગયો હતો. પરંતુ બંને એક થઇ શકે તેમ ન હોવાથી આત્મહત્યા કરી લેવાનું નક્કી કર્યું હતું.  યોજના મુજબ શિક્ષક અને વિદ્યાર્થિની સ્કૂટર પર નીકળી રેલવે સ્ટેશન પર સ્કૂટર પાર્ક કરી બંને ચાલતા ચાવજ તરફ ગયા હતા ત્યાં જઇ ગુજરાત એકસપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી.

સ્કૂટરના નંબરના આધારે પોલીસે ઓળખવિધિ કરી બંને લાશને પી.એમ. માટે મોકલી આપી હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

You might also like