બે યુવતીએ એકમેકના હાથમાં દુપટ્ટો બાંધી નદીમાં ઝંપલાવ્યું

અમદાવાદ: અમદાવાદ શહેરમાં સુસાઈડ પોઈન્ટ તરીકે ઓળખાતી સાબરમતી નદીમાં 12 કલાકમાં ત્રણ લોકોએ એલિસ‌િબ્રજ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરવાના બનાવ સામે આવ્યા છે, જેમાં એ‌િલસ‌િબ્રજ પરથી સવારના સમયે બે યુવતીઓએ એકબીજાના હાથમાં દુપટ્ટો બાંધીને નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આ યુવતીઓ પાસેથી તેમની ઓળખ થઇ શકે તેવી કોઈ વસ્તુ ન મળી આવતાં પોલીસે તેમની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. જ્યારે બુધવારે સાંજના સમયે ૧૯ વર્ષીય યુવકે પણ એલિસ‌િબ્રજ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી.

આજે વહેલી સવારે ર૦થી રપ વર્ષની વયની બે યુવતીઓની લાશ મળી આવી હતી. પોલીસસૂત્રોનું કહેવું છે કે આ યુવતીઓએ એકબીજાના હાથમાં દુપટ્ટો બાંધીને નદીમાં ઝંપલાવ્યું હતું. સાબરમતી ‌િરવરફ્રન્ટ ખાતે તહેનાત ફાયર એન્ડ રેસ્ક્યૂ ટીમે બન્ને યુવતીને મૃત બહાર કાઢી હતી.

બીજી બાજુ બુધવાર સાંજના સમયે એલિસ‌િબ્રજ પરથી ઓઢવ વિસ્તારમાં રહેતા ઉત્સવ મકવાણા (ઉ.વ.૧૯)એ નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ઉત્સવ પાસેથી મળી આવેલા આઇકાર્ડના આધારે તેની ઓળખ થઇ હતી. ઉત્સવનાં પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે ઉત્સવ દારૂ સહિતના નશાની લતે ચડી ગયો હતો. ઉત્સવ અગાઉ પણ બે વાર આત્મહત્યાની કોશિશ કરી ચૂક્યો હતો. બીજી બાજુ પ્રેમમાં નિષ્ફળતા મળતાં તેણે જિંદગી ટૂંકાવી હોવાની પણ આશંકા છે. ઉત્સવ અભ્યાસમાં નિષ્ફળ જતાં તેણે અભ્યાસ છોડી મજૂરીકામ કરવાનું શરૂ કર્યું હતું.

એલિસબ્રિજ પર જાળી લગાવવાનું કામ ફરી ઠપ
સાબરમતી પુલ પરથી લોકો ઝંપલાવે નહીં તે માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એલિસ‌િબ્રજ તેમજ નહેરુબ્રિજ ખાતે જાળી લગાવવાની યોજના બનાવાઇ હતી. કોર્પોરેશન દ્વારા 16 ફેબ્રુઆરીના રોજ એલિસ‌િબ્રજ ખાતે માત્ર સેમ્પલ જાળી લગાવવામાં આવી હતી. ફરીથી માર્ચમાં જાળીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 25 થી 28 જેટલી જાળી લગાવીને આ કામ બંધ કરી દેવાયું હતું.

સૂત્રોનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા કયા ‌િબ્રજથી સૌથી વધુ લોકો ઝંપલાવે છે તે માટેના આંકડા પણ મંગાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ એલિસ‌િબ્રજ અને નહેરુબ્રિજ પર જાળી લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.  જો કોર્પોરેશનને ‌િબ્રજની એક સાઈડ જાળી લગાવતાં બે મહિનાનો સમય થાય છે તો અન્ય એક ‌િબ્રજ પર જાળી લગાવતાં બીજો કેટલો સમય લેશે? કોર્પોરેશનના અધિકારીઓને પૂછતાં તેઓ કહે છે કે જાળીનો રંગ ઉચ્ચ અધિકારી નક્કી કરે પછી લગાવવામાં આવશે. જ્યારે કારીગરો ન હોવાનું બહાનું પણ આગળ ધરવામાં આવી રહ્યું છે.

અમદાવાદના કોલેજિયન પ્રેમી યુગલે સુઘડ કેનાલમાં પડતું મૂક્યું
અમદાવાદ શહેરના એક પ્રેમી યુગલે ગાંધીનગર નજીક સુઘડ કેનાલમાં ઝંપલાવી જિંદગીનો અંત અાણતાં અા ઘટનાએ ભારે ચકચાર ફેલાવી છે. અા અંગેની વિગત એવી છે કે સાબરમતી વિસ્તારમાં અાવેલી એક કોલેજમાં અભ્યાસ કરતા જેમિન નરેશભાઈ રાવત અને લક્ષ્મી બ્રિજેશભાઈ રાઠોડ નામના અા પ્રેમીપંખીડાં કોલેજમાંથી નીકળી સુઘડ કેનાલ પાસે પહોંચ્યા હતા અને ત્યાં બાઈક મૂકી બંનેએ કેનાલમાં સાથે ઝંપલાવી દીધું હતું. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડે તાત્કા‌િલક પહોંચી જઈ યુવતીની લાશ બહાર કાઢી ઓળખવિધિ કરી હતી. જ્યારે યુવાનની શોધખોળ જારી રાખવામાં અાવી છે. અડાલજ પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી
હાથ ધરી છે.

You might also like