યુવાને નદીમાં ઝંપલાવ્યું, મહિલાએ ગળાફાંસો ખાધો, અાધેડનો અેસિડ પી લઈ અાપઘાત

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં અાત્મહત્યાના ત્રણ બનાવ બન્યાં હતાં જેમાં એક યુવાને નદીમાં ઝંપલાવી, મહિલાએ ગળાફાંસો ખાઈ અને અાધેડે એસિડ પી લઈ જીવન ટૂંકાવી નાખતા પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અસારવામાં બળિયા લીંબડી ચાર રસ્તા પાસે અાવેલ ઝરીવાલાની ચાલીમાં રહેતા રવિ ભરતભાઈ ઠાકોર નામની ૨૦ વર્ષના યુવાને ઘાટ નં.૧૩ પાસે સાબરમતી નદીમાં ઝંપલાવી અાત્મહત્યા કરી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી અાપી હતી.

જ્યારે નરોડા વિસ્તારમાં બાપા સિતારામ ચોક પાસે અાવેલ કર્ણાવતીનગર ખાતે રહેતી ચંચલબહેન પૂનાભાઈ પરમાર નામની મહિલાએ અગમ્ય કારણસર પોતાના ઘરમાં પંખાના હૂક સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. પોલીસે બનાવની જાણ થતાં તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઈ સઘન તપાસ શરૂ કરી હતી, પરંતુ અાપઘાત કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

અા ઉપરાંત ગીતામંદિર ખાતે અાવેલ મજુરગામમાં જનતાનગર હાઉસીંગ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ ટાભાભાઈ જાદવ નામના ૫૪ વર્ષના અાધેડે મોડી રાતે પોતાના ઘરમાં એસિડ પી લેતા તેને ગંભીર હાલતમાં એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં અાવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે પ્રવીણભાઈને કોઈ કામ-ધંધો ન મળતા હતાશ થઈ અા અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે લાશને પીએમ માટે મોકલી અાપી અાગળની કાર્યવાહી શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like