બીમારીથી કંટાળેલા અાધેડની નદીમાં ઝંપલાવી અાત્મહત્યા

અમદાવાદ: સરદારનગરમાં રહેતા એક અાધેડે સાબરમતીમાં પડતું મૂકી અાત્મહત્યા કરી હતી જ્યારે સરસપુરની એક યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું.

અા અંગેની વિગત એવી છે કે સરદારનગરમાં જવાહરનગર ખાતે અાવેલ ભગવતી એપાર્ટમેન્ટમાં રહેતા જોસેફ સાયમન સિલ્વેસ્ટર નામના ૫૦ વર્ષના અાધેડ છેલ્લા કેટલાક વખતથી ખેચની બીમારીથી પીડાતા હતા. દવા કરવા છતાં રાહત ન થવાથી કંટાળી ગયેલા અા અાધેડે ઈન્દિરા બ્રિજ નીચે સાબરમતી નદીમાં પડતું મૂકી અાપઘાત કર્યો હતો. જ્યારે સરસપુરમાં અાવેલી સલમ પોળના નાકે રહેતી મિતલ દિપકભાઈ પંચાલ નામની ૩૧ વર્ષીય યુવતીએ અગમ્ય કારણસર પોતાના ઘરમાં જ બપોરના ૩ વાગ્યાના સુમારે ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. અા યુવતીના અાપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like