યુવતીએ ગળેફાંસો ખાધો યુવાન જાતે સળગી મર્યો

અમદાવાદ: વેજલપુર અને બાપુનગરમાં આત્મહત્યાના બે બનાવ બન્યા છે જેમાં એક યુવતીએ ગળેફાંસો ખાઇ અને બાપુનગરમાં એક યુવાને જાતે સળગી જઇ આત્મહત્યા કરતા પોલીસે આ અંગે ગુના દાખલ કર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે, વેજલપુરમાં આવેલા કૃષ્ણધામ ઔડાના મકાન ખાતે રહેતી શ્રેયાબહેન વિપુલભાઇ પરમાર નામની ર૩ વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ સાંજના સુમારે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખ્યું હતું. આ ઉપરાંત બાપુનગરમાં અનિલ સ્ટાર્ચ રોડ પર અશોક મિલની જૂની ચાલી નજીક આવેલા સી-કોલોની ખાતે રહેતા અવિનાશ અમૃતભાઇ વાઘેલા નામના યુવાને પણ જાતે સળગી જઇ આત્મહત્યા કરી હતી. પોલીસ તપાસ દરમ્યાન આ યુવાન છેલ્લા કેટલાક વખતથી બીમાર હોવાથી કંટાળી જઇ આ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે બંને લાશને પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like