પારૂલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ આપઘાત : યુવતીને ઉદ્દેશી લખ્યો પત્ર

વડોદરા : પારૂલ યુનિવર્સિટી વધારે એક વખત ચર્ચામાં આવી છે. આ વખતે ચર્ચામાં આવવા પાછળનું કારણ તેનાં વિદ્યાર્થીઓ કરેલી આત્મહત્યા છે. જો કે આત્મહત્યા પાછળ પોતે જીવનથી કંટાળી ગયો હોવાનું જણાવ્યું છે. વડોદરાનાં ગોત્રી વિસ્તારમાં ગંગોત્રી રેસિડેન્સિમાં રહેતા નિમેશભાઇ શાહને મકરપુરામાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ટ્સ બનાવવાનો વ્યવસાય છે.
રક્ષાબંધ અગાઉ નિમેશભાઇનાં બહેન તેમને રાખડી બાંધવા આવ્યા હતા. ઘરમાં ખુશીનો માહોલ હતો. જો કે પરિવાર જમવા બેસે તે પહેલા જ નિમેશે આઘાતજનક પગલું ભર્યું હતું. અંકિત પારૂલ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અંકીત અભ્યાસમાં નબળો હતો જેથી તેને ચાર સેમેસ્ટરમાં એટીકેટી આવી હતી. ગુરૂવારે પરિણામ આવતા તે નાપાસ થયો હતો. જેનાં કારણે તે ખુબ જ હતાશ પણ થયો હતો.
અંકીતે પોતાનાં અંતિમ પત્રમાં લખ્યું હતું કે, હાઇ મોમ એન્ડ ડેડ, મમ્મી આઇએમ સોરી મારે આ સ્ટેપ લેવો પડ્યો. આઇએમ રિયલી સોરી બટ હું થાકી ગયોછું આ લાઇફથી. જેટલું સારૂ કરવા જઉં છુ તેટલું ખરાબ થાય છે. સારૂ થતું નથી. તો જીવીને શુ કામ છે. તમને લોકોને કેટલી તકલીફ આપીશ. દીદી આઇ લવ યુ. આઇએમ સોરી બટ હું હારી ગયો. મોમ એક વાત યાદ રાખજે મારા મરવા પાછળનું રિઝન ખાલી મારી લાઇફની તકલીપ છે. સો પ્લીઝ શેફાલીને દોષીત ન માનતી. જસ્ટ ટેલ હર હાઉ મચ આઇ લવ્ડ હર, ધીસ ઇજ ઓનલી માય ડિસિઝન. આઇ લવ યુ મોમ એન્ડ ડેડ. સોરી બટ આઇ ક્વિટ. યોર્સ અંકિત

You might also like