મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો અાપઘાત

અમદાવાદ: વડોદરામાં અભ્યાસ કરતા અને સુરત ખાતે રહેતા મિકેનિકલ એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીએ ભેદી સંજોગોમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરતાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ અંગેની વિગત એવી છે કે સુરતમાં ગોપીપુરા વિસ્તારમાં રહેતા પરેશભાઇ મહેતાનો પુત્ર સંવેગ વડોદરાની પારુલ યુનિ.માં મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો. થોડા દિવસ પહેલાં તેની તબિયત બગડતાં તે આરામ કરવા માટે સુરત ગયો હતો અને સારવાર પણ ચાલુ કરી હતી. દરમિયાનમાં તેના પિતા નોકરી પર ગયા અને ઘરે કોઇ જ નહોતું ત્યારે તેણે ઘરના હોલમાં જ પંખા સાથે દોરડું બાંધી ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

You might also like