લગ્નના ૧૫મા દિવસે જ યુવતીએ પ્રેમી સાથે કૂવામાં ઝંપલાવ્યુંઃ એકનું મોત

અમદાવાદ: ઉમરેઠ નજીક અાવેલા શીલી ગામે લગ્નના ૧૫ દિવસ બાદ જ યુવતીએ તેના પ્રેમી સાથે કૂવામાં ઝંપલાવતા અા યુવતીનું મોત થયું હતું જ્યારે તેના પ્રેમીની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.  અા અંગેની વિગત એવી છે કે ઉમરેઠ તાલુકાના શીલી ગામે નવા રોહિતવાસ ખાતે રહેતા િવનુભાઈ રોહિતની પુત્રી અંજુના ૧૫ દિવસ અગાઉ લગ્ન થયાં હતા, પરંતુ અંજુને તેના ફળિયા નજીક રહેતા દિનેશ મકવાણા સાથે પ્રેમસંબંધ હતો અને બંનેએ સાથે જીવવાના અને મરવાના કોલ અાપ્યા હતા. લગ્નનાં ૧૫ દિવસ બાદ અંજુ પોતાના પિયરમાં અાવી હતી અને તેના પ્રેમી દિનેશ મકવાણાને મળી બંનેએ અાત્મહત્યા કરવાની યોજના ઘડી હતી.

યોજના મુજબ વહેલી સવારે અા બંને પ્રેમી પોતપોતાના ઘરેથી નીકળી ગામની સીમમાં અાવેલા મોનબા માતાજીના મંદિર નજીક અાવેલ તાડિયા કૂવામાં ખાતે અાવી બંનેએ કૂવામાં પડતું મૂક્યું હતું. અા દ્રશ્ય ખેતરમાં કામ કરતાં મજૂરો જોઈ જતાં બુમાબુમ થઈ હતી. ફાયરબ્રિગેડે તાત્કાલીક પહોંચી ભારે જહેમત બાદ અંજુની લાશ બહાર કાઢી હતી. જ્યારે તેના પ્રેમી દિનેશને પણ ગંભીર હાલતમાં બહાર કાઢી સારવાર માટે મોકલી અાપ્યો હતો. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like