ચાંદલોડિયાના યુવાનનો નદીમાં ઝંપલાવી અાપઘાત

અમદાવાદ: ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા એક યુવાને સાબરમતી નદીમાં ઝંપલાવી અાત્મહત્યા કરતાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

ચાંદલોડિયામાં વાઘેશ્વરી બસસ્ટેન્ડ સામે ગોરીનગરની બાજુમાં અાવેલા રામકૃષ્ણનગરમાં રહેતા ભાવેશ રાજુભાઈ નાયક નામના ૨૩ વર્ષના યુવાને બપોરના ૨.૧૫ વાગ્યાના સુમારે અગમ્ય કારણસર દધીચિ બ્રિજ નીચે સાબરમતી નદીમાં પડતું મૂકી અાત્મહત્યા કરી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી અાપી હતી. અાપઘાત કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. અા ઉપરાંત જુહાપુરામાં સંજરી પાર્ક ખાતે રહેતી સાનિયા મોહમ્મદ હુસેન શેખ નામની ૨૬ વર્ષની યુવતી પોતાના ઘરે પહેલા માળેથી નીચે પટકાતાં ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત થયું હતું. પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે.
http://sambhaavnews.com/

You might also like