રાજકોટમાં બે સગીબહેનોએ સંતાનોની હત્યા બાદ આત્મહત્યા કરતા અરેરાટી

રાજકોટ : શહેરનાં 150 ફૂટ રિંગરોડ પર આવેલા શાસ્ત્રી નગરમાં સામુહિક આપઘાતની ઘટનાં બનવતા અરેરાટી વ્યાપી ગઇ છે. બે સગી બહેનોએ જ આપઘાત કરી લીધો છે, એટલું જ નહી પરંતુ બંન્ને બહેનોએ પોતાનાં બાળકોની પણ હત્યા કરી દીધી છે. બંન્ને બહેનોએ ગળાફાંસો ખાતા પહેલા પોતાનાં બાળકોની પણ હત્યા કરી હતી. જો કે આપઘાત પાછળ પ્રાથમિક તપાસમાં તો પારિવારિક ઝગડો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હાલ તો ગુન્યો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે.
ઘટનાં અંગે મળતી માહિતી અનુસાર આશીયાણી પરિવારમાં સોનલનાં લગ્ન કરવામાં આવ્યા હતા. સોનલનો પતિ સ્વભાવે સારો અને પરિવાર પણ સુખી હોવાનાં કારણે તેનાં પિતાએ બીજી પુત્રી શીતલ પણ તે જ પરિવારમાં પરણાવી હતી. જેથી બંન્ને બહેનો દેરાણી જેઠાણી બની હતી. પરિવારનો સુખી સંસાર ચાલતો હતો. પરંતુ અચાનક આજે સોનલ અને શીતલે આત્મહત્યા કરવાની સાથે સાથે પોતાનાં સંતાનોની પણ હત્યા કરી હતી. જેનાં કારણે સનસનાટી મચી ગઇ હતી.
જો કે સોનલ અને શીતલનાં પરિવારનો આક્ષેપ છે કે તેમની બંન્ને પુત્રીઓનું મનોબળ મક્કમ હતું. ગમે તેવી પરિસ્થિતીમાં તે આવું પગલું ભરે નહી. તેઓનો આક્ષેપ છે કે સાસરીયાઓ દ્વારા બંન્ને બહેનો અને ભાણી તથા ભાણીયાની હત્યા કરવામાં આવી છે. આ અંગે યુવતીઓનાં પરિવાર દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. યુવતીઓનાં ભાઇએ સોનલનાં પતિ પર હૂમલો કર્યો હતો. જેનાં કારણે બંન્નેને છુટા પાડી પોલીસે સોનલનાં પતિને પોલીસ પ્રોટેક્શન પણ પુરૂ પાડ્યું છે.
પિયરીયા અને સાસરીયા વચ્ચે હોસ્પિટલમાં જ બોલાચાલી થઇ હતી. બંન્ને પક્ષોએ સામસામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતા. જો કે પોલીસ ઘટનાં સ્થળે હોવાનાં કારણે બંન્ને પક્ષોને શાંત પાડ્યા હતા. હાલ તો પોલીસ બંન્ને પક્ષોને સાંભળી રહી છે સાથે સાથે ફરિયાદ નોંધ્યા બાદ તપાસ પણ આદરી છે. મોબાઇલની કોલ ડિટેઇલ તથા મેસેજ અને વોટ્સએપ જેવા પાસાઓ ચેક કરવામાં આવી રહ્યા છે.

મૃતકો
સોનલ આશીયાણી (ઉ.વ 30)
શીતલ આશીયાણી (ઉ.વ 28)
સોનલનો પુત્ર મિત (ઉ.વ 3)
શીતલની પુત્રી વિરલ (ઉ.વ 2)

You might also like