અાત્મહત્યાનો સિલસિલોઃ ત્રણે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંઃ એક યુવાને નદીમાં ઝંપલાવ્યું

અમદાવાદ: શહેરમાં અાત્મહત્યાનો સિલસીલો જારી રહ્યો છે. નારોલ, ઈસનપુર, શાહીબાગ અને ગોમતીપુર વિસ્તારમાં અાપઘાતના ચાર બનાવ બનતાં પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.  અા અંગેની વિગત એવી છે કે નારોલ વિસ્તારમાં દેવફાર્મ નજીક રહેતા રામચંદ્રભાઈ કવરજી સિંધી નામના ૬૦ વર્ષના અાધેડે બીમારીથી કંટાળી જઈ પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. જ્યારે ઈસનપુર વિસ્તારમાં મ્યુનિસિપલ સ્કૂલની બાજુમાં અાવેલા શક્તિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા મોહિત શંકરદાસ રાજપૂત નામના ૨૩ વર્ષના યુવાને પણ અગમ્ય કારણસર રાત્રીના સમયે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. તથા ગોમતીપુર રાજપુર વિસ્તારમાં મહાકાળીના મંદિર સામે અાવેલી હીરાલાલની ચાલી ખાતે રહેતા પ્રવિણભાઈ ડાહ્યાભાઈ મકવાણાએ પણ અંગત કારણસર સાંજના સુમારે ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી.

અા ઉપરાંત શાહીબાગમાં સિવિલ હોસ્પિટલ નજીક અાવેલ રોહિતનગર ખાતે રહેતા નયનભાઈ રસીકભાઈ ઝાલા નામના ૩૧ વર્ષના યુવાને સાંજના સમયે નહેરુબ્રિજ અને ગાંધીબ્રિજ વચ્ચે સીડી નં.૨૮ પાસે સાબરમતી નદીમાં પડતું મૂકી જિંદગીનો અંત અાણ્યો હતો.

You might also like