અગમ્ય કારણોસર યુવતી અને અાધેડે ગળાફાંસો ખાધો

અમદાવાદ: શહેરના નિકોલ અને રામોલ વિસ્તારમાં એક યુવતી અને અાધેડે ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરતાં પોલીસે ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે નિકોલમાં સેવન-ડે સ્કૂલની બાજુમાં અાવેલ શ્રીજી સંકલ્પ ફ્લેટ ખાતે રહેતી ખ્યાતીબહેન કિરણભાઈ ગજ્જર નામની ૨૪ વર્ષની યુવતીએ પોતાના ઘરે પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. અા ઉપરાંત રામોલમાં વસ્ત્રાલ ખાતે મહાદેવનગરના ટેકરા પાસે અાવેલ સંજયપાર્ક ખાતે રહેતા લવજીભાઈ કુબેરદાસ પંચાલ નામના ૫૫ વર્ષના અાધેડે પણ અગમ્ય કારણસર સાંજના ૭ વાગ્યાના સુમારે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક પહોંચી બંને લાશને પીએમ માટે મોકલી અાપી હતી. ઉપરોક્ત બંનેના અાપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

http://sambhaavnews.com/

You might also like