અાપઘાતનો સિલસિલોઃ વૃદ્ધ સહિત વધુ ચાર વ્યક્તિએ જીવન ટૂંકાવ્યાં

અમદાવાદ: શહેરમાં અાત્મહત્યાનો સિલસિલો જારી રહ્યો છે. એક વૃદ્ધ સહિત વધુ ચાર વ્યક્તિએ જીવનલીલા સંકેલી લેતાં પોલીસે અાપઘાતના ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે બહેરામપુરા વિસ્તારમાં પઠાણની ચાલી રહેતા રાજાભાઈ દુદાભાઈ સાસિયા નામના વૃદ્ધે અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. જ્યારે નિકોલમાં વિરાટનગર રોડ પર અાવેલ પુષ્પક બંગલોઝ ખાતે રહેતા અાકાશ રામપ્રીતસિંહ રાજપૂત નામના ૧૫ વર્ષની વયના કિશોરે પણ પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. જ્યારે નિકોલ ગામમાં અાવેલ ખોડલધામ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ શ્યામચંદ્ર મિશ્રાએ ગળાફાંસો ખાતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

અા ઉપરાંત શાહપુરમાં અાવેલી સૂતરિયા સોસાયટી ખાતે રહેતા કુણાલ દીપકભાઈ શાહ નામના યુવાને અંગત કારણસર ગાંધીબ્રિજ નીચે સાબરમતી નદીમાં પડતું મૂકી અાત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ લાશને નદીમાં બહાર કાઢી પીએમ માટે મોકલી અાપી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like