નબળી અાર્થિક પરિસ્થિતિથી કંટાળી યુવાનનો અાપઘાત

અમદાવાદ: નિકોલ વિસ્તારમાં રહેતા એક યુવાને ગળાફાંસો ખાઈ અાપઘાત કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
નિકોલ ગામમાં અાવેલ સુરભિ રેસિડેન્સી ખાતે રહેતા અમૃતભાઈ ધનાભાઈ કમલિયા નામના ૪૦ વર્ષના યુવાને રાતના ૯ વાગ્યાના સુમારે પોતાના ઘરમાં જ ધાબાના હૂકમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ લાશને પીએમ માટે મોકલી અાપી અાત્મહત્યા કરનાર યુવાનના ઘરના સભ્ય તેમજ અાજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરી નિવેદનો લીધાં હતાં. પોલીસ તપાસ દરમિયાન અા યુવાને પોતાની અાર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અા અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
http://sambhaavnews.com/

You might also like